Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

મુંબઇઃ ૧ર કલાકમાં રપ૦૦૦ બટાટા વડા બનાવવાનો વિક્રમ

૧પ૦૦ કિલો બટાટા, પ૦૦ લિટર તેલ અને ૩પ૦ કિલો ચણાના લોટનો વપરાયો

થાણે, તા. ૩૦ : ડોમ્બિવલીમાં ઉત્સવ નામના મહોત્સવમાં રપ,૦૦૦ બટાટા વડાં તળવાનો વિક્રમાં થયો હતો. ર૮ ડિસેબરે શનિવારે સવારે ૧૦ વાગ્યાથી આ વિક્રમની શરૂઆત થઇ હતી. સવારે ૧૦થી રાતે ૧૦ વાગ્યા દરમ્યાનના ૧ર કલાકમાં આ વડાં તળવામાં આવ્યા હતા. રપ,૦૦૦ બટાટા વડાં બનાવવા માટે ૧પ૦૦ કિલો બટાટા, પ૦૦ લિટર તેલ અને ૩પ૦ કિલો ચણાનો લોટ તેમ જ અન્ય સામગ્રી વપરાઇ હતી, ૭૦થી ૮૦ જણની ટીમે ૧ર કલાક તેલની કડાઇ સામે ઉભા રહીને આ વડાં તળ્યાં હતાં. એક કલાકમાં સામાન્ય રીતે રપ૦૦ વડાં તળાય એવો લક્ષ્યાંક આ ટીમનો હતો. આ વિક્રમ નોંધાવવા માટે અંદાજે ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, જેમાં અનેક દાનવીરો આગળ આવ્યા હતાં.

ઉત્સવ મહોત્સવનો ઉપક્રમ હાથ ધરનાર પ્રસિદ્ધ શેફ સત્યેન્દ્ર જોગે કહ્યું હતું કે, 'અમે સવારથી વડાં બનાવવાની શરૂઆત કરી હતી. સવારથી બપોર સુધી બનલા વડાંને અમે આસપાસની સંસ્થાઓમાં વહેંચ્યાં હતા. બપોર પછી મોટા પ્રમાણમાં લોકો વડાંનો ટેસ્ટ કરવા માટે ઉમટી પડયા હતા.' બટાટા વડાંના મહોત્સવની લિમકા બુક ઓફ રેકોડર્સે પણ નોંધ લીધી હતી. ૧પ વર્ષથી હોટેલ-સલાહકાર તરીકે કામ કરતા જોગે મુંબઇ, થાણે અને નાશિકમાં કામ કર્યું હતું. બટાટા વડાં વિશ્વભરમાં પહોંચે એવા ઉદ્ેશથી તેમણે આ ઉપક્રમ હાથ ધર્યો હતો.

(11:03 am IST)