Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

સહકારી બેન્કો જો દેવાળું ફૂંકશે તો ચૂકવવા પડશે ૧૪ હજાર કરોડ, RBIનો ચોંકાવનારો રિપોર્ટ

મુંબઇ, તા.૩૦: પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકમાં મોટા કૌભાંડ વચ્ચે અતિ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક કહે છે કે સહકારી બેંકોના નાદારીના કેસોમાં તેમની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ડિપોઝિટ ઇન્સ્યુરન્સ અને ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશનને ૧૪,૦૯૮ કરોડ રૂપિયાના દાવા મળ્યા છે.

જયારે આ દાવાઓમાં રાજયની સહકારી બેંકો અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો પાસેથી રૂ. ૩,૪૧૪ કરોડ અને પીએમસી બેંક સહિત શહેરી સહકારી બેંકોના રૂ. ૧૦,૬૮૪ કરોડ છે. જો કે RBIએ તેના નાણાકીય સ્થિરતા અહેવાલમાં જણાવ્યું છે કે એક જ સમયે બધા દાવાઓનાં સમાધાન કરી શકાતા નથી. ત્યારે આમાંથી કેટલાકને ફરીથી બોલાવી શકાય છે. જયારે જાન્યુઆરીથી ૩૦ સહકારી બેંકો આરબીઆઈના વહીવટ હેઠળ છે.

૩૧ માર્ચ ૨૦૧૯ સુધી આરબીઆઈની પીએમસી બેંકની નાણાકીય સ્થિતિ અંગે તપાસ સંપૂર્ણ પણે ચાલુ છે. રિઝર્વ બેંકે પીએમસી બેંકની ફરિયાદોની નકલ સોંપવાનો ઇનકાર કરી દીધો હતો અને તેના પર કાર્યવાહીની જાણકારી આપી હતી.

(9:48 am IST)