Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ફેબ્રુઆરીથી યાત્રીઓ ઉતરાંત કાર અને ટ્રક પણ લઇ જશે દહેજ - ઘોઘા રો-રો ફેરી

કાર્ગો પરિવહનની તૈયારીઓ શરૃઃ કોરિયાથી મંગાવાયુ વેસલઃ કાર્ગો લઇ જતી ટ્રકને વેસલમાં પાર્ક કરી માત્ર ૩૨ જ કિલોમીટરના અંતરમાં સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત પહોંચાડી શકાશે

મુંબઇ તા. ૨૯ : ઘોઘા અને દહેજ વચ્ચે દરિયાઈ માર્ગે કાર્ગોના પરિવહન માટે જરૂરી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે ઘોઘામાં જાન્યુઆરી મહિના સુધમાં લિન્ક સ્પાન તૈયાર થઈ જાય તેવીઅ અપેક્ષા છે. ઘોઘમાં ૯૬ મીટર લાંબો અને ૭.૫ મીટર પહોળો ૮૨૦ ટનનો લિન્ક સ્પાન નાંખવા માટે ૫ જાન્યુઆરીથી ઘોઘા-દહેજ ફેરી સર્વિસ ૨૦ દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવશે. આ લિન્ક સ્પાન તૈયાર થઈ જાય પછી કાર્ગો લઈ જતી ટ્રકને વેસલમાં પાર્ક કરી માત્ર ૩૨ જ કિલોમીટરના અંતરમાં સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત પહોંચાડી શકાશે.

ફેરી સર્વિસ ઓપરેટ કરતા ઈન્ડિગો સી વેઝે કોરિયાથી રો-પેકસ (રો-રો અને પેસેન્જર) વેસલ મંગાવ્યું છે. આ માલવાહક સમુદ્રી જહાજ (વેસલ)માં સાઈઝ પ્રમાણે ૭૦ જેટલી ટ્રક અને ૨૫થી ૩૦ કાર લઈ જવાશે. ઈન્ડિગો સી વેઝના સીઈઓ દેવેન્દ્ર મનરાલે જણાવ્યું, 'વેસલ લિન્ક સ્પાન એ રો-રો સર્વિસનો એક અગત્યનો હિસ્સો છે અને તે ટ્રક અને કાર માટે વેસલ સુધી પહોંચવા માટે બ્રિજનું કામ કરશે. આ લિન્ક સ્પાન ભરતી-ઓટને કારણે થતી હિલચાલથી પણ રક્ષણ આપે છે.' લિન્ક સ્પાન બને તેના બે મહિનાની અંદર અંદર વેસલ કાર્યરત થઈ જશે.

ધ ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB)એ લિન્ક સ્પાન ઈન્સ્ટોલ કરવા માટે એક બ્રિટિશ કંપનીને કોન્ટ્રેકટ આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ફેરી સર્વિસના ઉદઘાટન સમયે ઘોઘામાં આ ઓરિજિનલ લિન્કસ્પાન નાંખી શકાયો નહતો કારણ કે આ કામ થોડુ મુશ્કેલ છે.

 સીઈઓ અજય ભાદુએ જણાવ્યું કે, 'લોડ ટેસ્ટિંગ થઈ ગયુ છે અને હવે લિન્ક સ્પાન નંખાવા માટે તૈયાર છે. આ ઓપરેશનમાં ખૂબ જ ધ્યાન રાખવુ પડે તેમ છે કારણ કે આ સ્ટ્રકચર ખૂબ જ વજનદાર છે અને એક મિલિમિટરની ભૂલ પણ ભારે પડી શકે છે. ભરતીમાં સતત ફેરફાર થયા કરતો હોય છે. આથી તેને મિનિટોમાં નીચે ઉતારવો પડે તેમ છે.'(૨૧.૧૨)

(11:32 am IST)