News of Monday, 30th November 2020
કેરલ : નેશનલ કેડેટ કોપ્સ ( NCC ) માં જોડાવા માટે સ્ત્રી અથવા પુરુષ છો તેવી કોલમ ભરવાની આવે છે.જે એનસીસી એક્ટ 1948 મુજબ છે.આ 72 વર્ષ જુના એક્ટ સામે ટ્રાન્સજેંડર મહિલા હિના હનિફાએ કેરળ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.જેમાં પોતે જાતીય પરિવર્તન કરાવી મહિલા બની હોવાથી પ્રવેશ આપવામાં ન આવ્યો હોવા અંગે દાદ માંગી હતી.
આ પિટિશન વિરુદ્ધ કેરળ સરકારના એડવોકેટે દલીલ કરતા જણાવ્યું હતું કે 1948 ની સાલથી આ નિયમ છે.તેથી એનસીસી માં ભરતી સમયે સ્ત્રી કે પુરુષ તેવી કોલમ ભરવાની રહે છે.તેથી ટ્રાન્સજેંડર મહિલાની અરજી રિજેક્ટ કરવામાં આવી છે.
જેના અનુસંધાને નામદાર જજશ્રીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સ્ત્રી ,પુરુષ ,તથા ટ્રાન્સજેંડર એમ ત્રણ પ્રકારની જાત દર્શાવવાની હોય છે.તેમ છતાં ટ્રાન્સજેંડર મહિલાની અરજી રિજેક્ટ કરવામાં આવી છે.આ મહિલાએ પોતે જાતીય પરિવર્તન કરાવી મહિલા બની હોવાનું સર્ટિફિકેટ રજુ કરી પોતાને મહિલા તરીકે દર્શાવી છે. આ અંગે તેણે જાતીય પરિવર્તન કરાવ્યાનું કેરળ સરકારનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યું છે.તેને એનસીસી એક્ટ મુજબ પણ મહિલા ગણવાનો ઇન્કાર કરી શકાય નહીં .
નામદાર જજશ્રીએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પણ ટ્રાંસજેંડર મામલે કાયદામાં સુધારો કરવો જોઈએ .તથા રાજ્ય સરકારે આ મહિલાને એનસીસી માં પ્રવેશ આપવો જોઈએ તેમ જણાવ્યું હતું .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.