Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ચીને વધારી ભારતની ચિંતાઃ બ્રહ્મપુત્ર નદી પર ડેમનું કરશે નિર્માણ

બીજિંગ,તા.૩ઇઃ ચીન તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર એક મુખ્ય ડેમનું નિર્માણ કરશે અને આવતા વર્ષથી લાગુ થનારી ૧૪મી પંચવર્ષીય યોજનામાં તેને સંબંધિત પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ચીનના ઓફિશિયલ મીડિયાએ ડેમ બનાવવાની જવાબદારી મેળવી ચૂકેલી એક ચીની કંપનીના પ્રમુખના હવાલાથી આ જાણકારી આપી છે. 'ધ ગ્લોબલ ટાઇમ્સલૃના અહેવાલ અનુસાર, પાવર કન્સ્ટ્રકશન કોર્પોરેશન ઓફ ચાઇનાના અધ્યક્ષ યાંગ જિયોંગે કહ્યું કે ચીન યારલુંગ જંગ્બો નદી (બ્રહ્મપુત્રનું તિબેટી નામ)ના નીચલા હિસ્સામાં જળવિદ્યુત ઉપયોગ પરિયોજના શરૂ કરશે અને આ પરિયોજના જળ સંસાધનો અને સ્થાનિક સુરક્ષાને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

'ધ ગ્લોબલ ટાઇમ્સે'રવિવારે કમ્યુનિસ્ટ યૂથ લીગ ઓફ ચાઇનાની કેન્દ્રીય સમિતિના વી-ચેટ એકાઉન્ટ પર મૂકવામાં આવેલા એક લેખના હવાલાથી આ જાણકારી આપી કે યાંગે કહ્યું છે કે સત્ત્।ારૂડ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી) દેશની ૧૪મી પંચવર્ષીય યોજના (૨૦૨૧-૨૫) તૈયાર કરવાના પ્રસ્તાવમાં આ પરિયોજનાને સામેલ કરશે અને ૨૦૩૫ સુધીમાં તેના માધ્યમથી લાંબાગાળાના લક્ષ્ય પ્રાપ્ત કરવા પર વિચાર કરી ચૂકી છે.

આ પરિયોજના વિશે વિસ્તૃત જાણકારી આવતા વર્ષે નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી) દ્વારા ઔપચારિર અનુસમર્થન આપ્યા બાદ સામે આવવાની આશા છે. બ્રહ્મ પુત્ર નદી ભારત અને બાંગ્લાદેશ થઈને પસાર થાય છે. એવામાં ડેમ નિર્માણના પ્રસ્તાવથી બંને દેશોની ચિંતામાં વધારો થયો છે. જોકે ચીને આ ચિંતાઓને ફગાવી દેતાં કહ્યું છે કે તેઓ તેમના હિતોને પણ ધ્યાનમાં રાખશે.

ભારત સરકાર નિયમિત રૂપથી પોતાના વિચારો અને ચિંતાઓથી ચીની અધિકારીઓને અવગત કરાવતી રહી છે અને ભારતે ચીનને એ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો છે કે નદીની ઉપરના હિસ્સામાં થનારી ગતિવિધિઓથી નીચલા હિસ્સા સાથે જોડાયેલા દેશોના હિતોને નુકસાન ન થાય.

(9:41 am IST)
  • વલસાડ : અચ્છારી નવીનગરી પાસે આવેલ દમણગંગા નદીના પટ્ટ પાસેથી આશરે ૭૦ જેટલી ફૂટેલી કારતૂસના ખાલી ખોખા મળી આવતા ચકચારઃ હજુ વધુ ખાલી ખોખા અને હથિયારો હોવાની શકયતાના આધારે પોલીસ તપાસ ચાલુ: છેલ્લાં ત્રણ દિવસથી ઍક મારૂતિ વાન અને અજાણ્યા બાઇક ચાલક રાત્રીના સમયે શંકાસ્પદ ફરી રહ્ના હોવાની ચર્ચા access_time 11:47 am IST

  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST

  • સામાજિક કાર્યકર સ્વ.બાબા આમ્ટેની પુત્રી ડો.શીતલ આમ્ટે એ આત્મહત્યા કરી : આનંદવન ખાતેના નિવાસ સ્થાને ઝેરનું ઇન્જેક્શન લઇ જીવન ટૂંકાવી લીધું access_time 6:53 pm IST