Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જો બાઇડેનનું હાડકું તૂટી ગયું: કુતરાની સાથે રમી રહ્યાં હતાં

બાઇડેન પોતાના કુતરા મેજરની સાથે રમી રહ્યા હતા અને આ સમયે તેઓ પડી ગયા હતા

વોશિંગટન,તા.૩૦: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન પોતાના કુતરાની સાથે રમતા સમયે દુર્દ્યટનાના શિકાર થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે કે તેમના ડાબા પગના હાટકામાં ક્રેક થઈ ગયું છે અને આવનારા કેટલાક સપ્તા સુધી તેઓ સહારા વગર ચાલી શકશે નહીં. દ્યટનાના સમયે બાઇડેન પોતાના જર્મન શેફર્ડ કુતરા 'મેજર'ની સાથે રમી રહ્યા હતા. જો બાઇડેનની પાસે આવા બે કુતરા છે. તો આ દુર્ઘટના બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેનના જલદી સાજા થવાની કામના કરી છે.

જો બાઇડેનના અંગત ચિકિત્સક કેવિન ઓ કોર્નરે કહ્યુ કે, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિના પગમાં મચકોડ આવ્યો છે અને કારણે એકસ-રેમાં તે સામે આવ્યું નહીં. બાદમાં સીટી સ્કેનમાં ખુલાસોથયો કે બાઇડેનના ડાબા પગના હાટકામાં ક્રેક આવ્યો છે. તેમણે કહ્યું કે, બાઇડેને આવનારા કેટલાક સપ્તાહ સુધી સહારાની સાથે ચાલવું પડી શકે છે.

જાણવા મળ્યું કે, ૭૮ વર્ષના બાઇડેન પોતાના કુતરાની સાથે રમતા સમયે પડી ગયા હતા. જો બાઇડેનની નેવાર્કમાં નિષ્ણાંતોની નજરમાં રવિવારે એક કલાક સુધી સારવાર ચાલી હતી. બાઇડેન જયારે હોસ્પિટલથી પરત આવી રહ્યાં હતા ત્યારે તેઓ વેનમાં હતા. મહત્વનું છે કે ચૂંટણી જીત બાદ હવે ૨૦ જાન્યુઆરીએ બાઇડેન રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. તેમણે પોતાની કેબિનેટ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ હવે ધીમે-ધીમે હાર માનવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.

(9:37 am IST)
  • સુરતના ઔધોગીક વિસ્તારમાં વિજિલન્સ ટીમનો સપાટો: વીજ ચોરી કરતી 4 કંપનીઓ સામે આકરી કાર્યવાહી: ચારેય કંપનીમાંથી 2.98 કરોડની વીજ ચોરી ઝડપાઇ: કડક કાર્યવાહીને પગલે વીજચોરોમાં ફફડાટ access_time 1:10 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 30,664 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 94, 62, 739 થઇ : એક્ટીવ કેસ 4,35,176 થયા : વધુ 41,427 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,77,740 રિકવર થયા : વધુ 472 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37, 649 થયો access_time 12:12 am IST

  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST