Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જબલપુરના સિહોરા-બહોરીબંદ રોડ પર જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: ચાર લોકોના મોત : એક યુવક ગંભીર

એક મૃતકનો મૃતદેહ ક્ષતિગ્રસ્ત બોલેરોમાં ફસાઈ ગયો :જેસીબીથી બોલરોને બંને તરફથી ખેંચીને મૃતદેહ બાહર કાઢ્યો

જબલપુરના એન.એચ.-30 માં સિહોરા-બહોરીબંદ રોડ પર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોનાં મોત થયા હતા. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી, ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી

મોહસમ ગામમાં લગૂનનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિહોરા-ખીટૌલાના 6 યુવાનો સામેલ થયા હતા. આ કાર્યક્રમ પુરો થયા પછી દરેક તેના મિત્રને છોડવા માટે બહોરીબંદ ગયા હતા અને ત્યાંથી પરત ફરતા સમયે ડુંગળીથી ભરેલી ટ્રક સામે જીપ અથડાઇ હતી. આ ઘટનામાં 4 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે જણાવ્યા અનુસાર મોસમ સિહોરા, નેગવા સિહોરા, ગુનેહરૂ સિહોરા, પંકજ બર્મન આ 4 લોકોના મૃત્યુ પામ્યા હતા જ્યારે 1 ને ગંભીર ઇજા પહોંચી હતી

એસપી સિદ્ધાર્થ બહુગુણા અને એએસપી શિવેશસિંહ વાઘેલાને પણ ભયાનક માર્ગ અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. સ્થાનિક લોકાના જણાવ્યા અનુસાર અકસ્માત ગંભીર હતો.

માર્ગ અકસ્માતના સમાચાર મળતાં સિહોરાના ગિરીશ ધૂર્વે, ખીટૌલા જગોટીન મસરામ, મઝગવા અનીલાલ સૈયમ અને ગોસલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થેળે પહોંચ્યો હતો. 4 લોકોના મોતની માહિતી મળતાં SP સિદ્ધાર્થ બહુગુણા, ASP શિવેશસિંહ વાઘેલા અને એસડીઓપી શ્રુતકિર્તી સોમવંશી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એક મૃતકનો મૃતદેહ ક્ષતિગ્રસ્ત બોલેરોમાં ફસાઈ ગયો હતો. જેસીબીને ફોન કરતાં બોલેરો બંને છેડાથી ખેંચાયો હતો, ત્યારબાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

(12:00 am IST)
  • વિશ્વમાં કોરોનાના ૬.૩૦ કરોડથી વધુ કેસઃ ૧૪.૬૪ લાખ લોકોના મોત : વિશ્વમાં ૬,૩૦,પ૩,૦૦૦ કોરોનાના કેસઃ કુલ ૧૪,૬૪,૦૦૦ લોકોના મોતઃ ૪.૩પ કરોડ લોકો સાજા થયા છે છેલ્લા ર૪ કલાકમાં ૪.૯૬ લાખ કેસ આવ્યાઃ ૭ર૧૮ ના મોતઃ ભારતમાં કોરોનાનો મૃત્યુદર ૧૦૪૬ ટકા તો રિકવરી રેટ ૯૩.૬૮ ટકા છે access_time 11:26 am IST

  • સુરતના ઔધોગીક વિસ્તારમાં વિજિલન્સ ટીમનો સપાટો: વીજ ચોરી કરતી 4 કંપનીઓ સામે આકરી કાર્યવાહી: ચારેય કંપનીમાંથી 2.98 કરોડની વીજ ચોરી ઝડપાઇ: કડક કાર્યવાહીને પગલે વીજચોરોમાં ફફડાટ access_time 1:10 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST