Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

વિકાસ રૂંધાયો :બીજા ક્વાર્ટરમાં દેશનો વિકાસદર ઘટીને 7,1 રહયો :

નવી દિલ્હી :બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર ઘટીને 7.1 થયો છે. જુન ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર 8.2 ટકા રહ્યો હતો હતો. જ્યારે બીજા ક્વાર્ટરમાં GVA દર પણ ઘટીને 6.9 ટકા થયો છે. ગત ક્વાર્ટરમાં ગ્રોસ વેલ્યૂ એડેડ(GVA) દર 8% હતો. આ સમયગાળા દરમિયાન એગ્રીકલ્ચર ગ્રોથ 3.8 ટકા અને  મેન્યૂફેક્ચરિંગ દર 7.4 ટકા રહયો હતો બીજા ક્વાર્ટરમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ 7.5 ટકા રહ્યો હતો

  આ ક્વાર્ટરમાં વિકાસદર જાણકારોના અનુમાનથી ઓછો રહ્યો છે. જો ગત ક્વાર્ટર સાથે આ વિકાસદરની તુલના કરીશું તો તેમા ઘટાડો જોવા મળશે કારણ કે ગત ક્વાર્ટરમાં વિકાસ દર 8.2 ટકા હતો. જ્યારે ગત નાણાંકિય વર્ષના બીજા ક્વાર્ટર સાથે તુલના કરીએ તો વિકાસદરમાં વધારો જોવા મળશે. પાછલા વર્ષના બીજા ક્વાર્ટરમાં વિકાસદર 6.3 ટકા હતો જ્યારે આ ક્વાર્ટરમાં 7.1 ટકા છે

(8:45 pm IST)