Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

કોલસા કૌભાંડમાં પૂર્વ કોલ સચિવ એચ.સી.ગુપ્તા સહિત પાંચ દોષીત

પાંચેય દોષિતની ધરપકડ કરવામાં આવી અને સજા પર દલીલ અને ચર્ચા ત્રણ ડિસેમ્બરે થશે : દોષિઓને વધુમાં વધુ સાત વર્ષની સજા થઇ શકે છે

નવી દિલ્હી તા. ૩૦ : દિલ્હીની એક કોર્ટે શુક્રવારે પૂર્વ કોલ સચિવ એચ સી ગુપ્તાને કોલસા કૌભાંડના એક કેસમાં ભ્રષ્ટાચાર અને આપરાધિક ષડયંત્રનો દોષિત ગણાવ્યા છે. આ કેસ પશ્યિમ બંગાળના કોલ બ્લોકની ફાળવણી સંબંધિત છે.

વિશેષ સીબીઆઈ જજ ભરત પારાશરે ગુપ્તા ઉપરાંત ખાનગી કંપની વિકાસ મેટલ્સ એન્ડ પાવર લિમિટેડ, એક સેવારત અને એક સેવા નિવૃત્ત્। સરકારી અધઇકારી, કોલ મંત્રાલયના પૂર્વ સંયુકત સચિવ કે એસ ક્રોફા અને કોલસા મંત્રાલયમાં તત્કાલીન ડિરેકટર (સીએ ૧) કે સી સામરિયાને કેસમાં દોષિત ગણાવવામાં આવ્યા છે.

કોર્ટે કંપનીના મુખ્ય ડિરેકટર વિકાસ પટાની અને તેમના અધિકૃત સહી કરનાર આનંદ મલિકને પણ દોષિત ગણાવવામાં આવ્યા છે. કેસ પશ્ચિમ બંગાળના મોઈરા અને મધુજોર (ઉત્તર અને દક્ષિણ) કોલ બ્લોકના વીએમપીએલને કરવામાં આવેલ ફાળવણીમાં કથિત અનિયમિતતા સંબંધિત છે.

સીબીઆઈએ સપ્ટેમ્બર ૨૦૧૨માં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. તમામ પાંચેય દોષિતની ધરપકડ કરવામાં આવી છે અને સજા પર દલીલ અને ચર્ચા ત્રણ ડિસેમ્બરે થશે. દોષિઓને વધુમાં વધુ સાત વર્ષની સજા થઈ શકે છે.

(4:27 pm IST)