Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

જિયોનીના માલિક જુગારમાં હાર્યા ૧૦૦ અબજ રૂપિયા

કંપની દેવાળીયા બનવાની કતાર પરઃ કોર્ટમાં દેવાળીયાપણાં માટે કરી અરજી

નવીદિલ્હી, તા.૨૯: ચીનની સ્માર્ટફોન કંપની જિઓની હાલમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. કહેવાય છે કે કંપની દેવાળું ફૂંકવાની સ્થિતિએ આવી ગઈ છે. જોકે, આ મામલે કોઈ સત્ત્।ાવાર જાણકારી સામે આવી નથી, પરંતુ ચીનના મીડિયા અહેવાલો મુજબ, જિઓનીના ચેરમેન Liu Lironની જુગારની લત કંપની પર ભાર પડી રહી છે.

Liu Liron સાઈપેનના એક કેસીનોમાં જુગાર રમતા સમયે કથિત રીતે ૧૦ અરબ યુઆન (અંદાજે ૧ ખરબ રૂપિયા) હારી ગયા. જોકે, એન્ડ્રોઈડ ઓથોરિટીના અહેવાલ અનુસાર, જિયોનીના ચેરમેને માન્યું કે તે ૧ અબજ યુનાન (અંદાજે ૧૦૦ અબજ રૂપિયા) હારી ગયા છે. કહેવાય છે કે, જિયોની પોતાના સપ્લાયર્સને પેમેન્ટ નથી કરી શકી. અહેવાલો અનુસાર, અંદાજે ૨૦ સપ્લાયરોને ૨૦ નવેમ્બરના રોજ શેનજેન ઇન્ટમીડિયેટ પીપલ્સ કોર્ટમાં નાદારી માટે અરજી કરી છે.

એપ્રિલ મહિનામાં અહેવાલ આવ્યા હતા કે, જિયોની ભારતમાં આ વર્ષે ૬૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે કારણ કે તે ભારતની ટોપ ૫ સ્માર્ટફોન બ્રાન્ડ્સમાં સામેલ થવા માગતી હતી. જિયોનીએ આ વર્ષે એપ્રિલમાં Gionee F205 અને Gionee S11 Lite¨À સાથે ભારતીય બજારમાં વાપસી કરી હતી. આ બન્ને મોબાઈલ સેલ્ફીના શોખીનોને ટાર્ગેટ કરીને બાવવામાં આવ્યા હતા.

(4:21 pm IST)