Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

૨૨ વર્ષની મહિલાના ૧૭ વર્ષના છોકરા સાથે 'લગ્ન'

મહિલાની ધરપકડ : પોકસો એકટ હેઠળ કાર્યવાહી :મહિલાને ૫ મહિનાની બાળકી પણ છે

મુંબઇ તા. ૩૦ : એક ૨૨ વર્ષની માતાને ૧૭ વર્ષના છોકરા સાથે શારિરીક સંબંધોના આરોપમાં પોકસો એકટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે, મહિલા દાવો કરી રહી છે કે ગત વર્ષ અમારા બન્નેના લગ્ન થઇ ચૂકયા છે અને બન્નેની વચ્ચે સહમતિથી શારિરીક સંબંધો બન્યા હતા. મહિલાને તેનાથી એક પાંચ મહિનાની એક બાળકી પણ છે, જેણે કોર્ટમાં જામીન માટે અરજી પણ દાખલ કરી છે.

કોર્ટે શરૂઆતમાં ૨૨ વર્ષીય મહિલાને પોતાની પુત્રીને ભાયખલા જેલમાં સાથે રાખવાની અનુમતિ આપી હતી. પોલીસે છોકરાની માતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે, જેમણે મહિલા પર પોતાના પુત્રને ફસાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ દાવો કર્યો છે કે, બન્નેના લગ્ન ૮ નવેમ્બર ૨૦૧૭ના રોજ થયા હતા. ડિસેમ્બર ૨૦૧૭એ પોતાના નિવેદનમાં છોકરાની માતાએ કહ્યું કે, ૨૩ નવેમ્બરે મહિલા પોતાના પેરેન્ટ્સ અને ભાઇની સાથે તેમના ઘરે આવી હતી.

તે દરમિયાન મહિલાએ દાવો કર્યો છે કે મેં તેમના પુત્ર સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે તેમના ઘરમાં રહેવા માંગે છે. જયારે છોકરાના પેરેન્ટ્સે તેના પર આપત્ત્િ। જતાવી તો મહિલાએ તેમણે અપશબ્દ કહ્યા અને પોતાની જાતને ઇજા પહોંચાડવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, મહિલાન ગયા પછી તેમના પુત્રએ પણ ઘર છોડી દીધું હતું અને પાછો ફરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમને દાવો કર્યો છે કે, મહિલાના બે વખત લગ્ન અને તલાક થઇ ચૂકયા છે.

તેમણે વધુમાં કહ્યું કે, તેમનો પુત્ર અને મહિલા બે વર્ષથી સંપર્કમાં હતા અને ત્યારથી તેમના પુત્રનો વ્યવહારમાં ફેરફાર નોંધાયો હતો. છોકરાની માતાએ આરોપ લગાવ્યો કે તેમના પુત્રએ તેમને અને તેમના પતિને જણાવ્યું હતું કે, આરોપી મહિલા આત્મહત્યા કરવાની ધમકી આપી રહી છે જો તેને તેમનો પુત્ર ન મળ્યો તો..

તેમણે દાવો કર્યો છે કે, મહિલાએ પોતાની જાતે કેરોસીન છાંટીને અને કીટનાશક દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તેમણે દાવો કર્યો છે કે, આ કારણથી તેમનો પુત્ર માનસિક દબાણમાં આવી ગયો હતો અને તે દસમા ધોરણમાં ફેલ થયો હતો. ચાઇલ્ડ મેરેજ એકટ હેઠળ છોકરાની ઉંમર ૨૧ અથવા તો તેનાથી વધુ અને છોકરીની ઉંમર ૧૮ કે તેનાથી વધારે હોવી જોઇએ.

વકીલ ખાલિદ આજમીની સામે પોતાની જામીન અરજી દાખલ કરતા મહિલાએ પોતાના પતિ અને તેમની બહેનની ઉંમરના ગેપમાં વિસંગતિ તરફ ધ્યાન અપાવ્યું હતું. તેમણે કહ્યું કે, તે સંભવ નથી કે છોકરાની ઉંમર ૧૭ વર્ષ ૮ મહિના હોય.. જેવી રીતે તેની માતા દાવો કરી રહી છે, જયારે તેની બહેનની ઉંમર ૧૮ વર્ષ હતી. મહિલાએ કહ્યું કે, હું અને તેમનો છોકરો બન્ને રિલેશનશિપમાં હતો અને અમારો કોઇ ગુનાહિત રેકોર્ડ નથી.

(4:03 pm IST)