Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

પત્નીની ડિલિવરી વખતે પતિ મતદાન કરવા ગયો, દીકરાનું નામ રાખ્યું મતદાન

ભોપાલ, તા.૩૦: મધ્યપ્રદેશમાં ૨૮ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન હતું. દેવાસમાં રહેતા સંતોષ નામના એક ભાઇની પત્ની વિશાખાને એ જ દિવસે પ્રસૂતિની પીડા ઊપડી. તેણે પત્નીને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરી અને શહેરથી ૧૨૦ કિલોમીટર દૂર આવેલા ગામમાં જઇને પોતાનો મત નાખ્યો. જયારે તે વોટ આપીને પાછો હોસ્પિટલ આવ્યો ત્યાં સુધીમાં પત્નીએ દીકરાને જન્મ આપી દીધો હતો. સંતોષનું કહેવું છે કે હું મારા વિસ્તાર અને રાજયની દરેક વ્યકિતને તેમના મતાધિકાર માટે જાગરૂક રહેવાનો સંદેશો આપવા માગતો હતો એટલે મેં આમ કર્યુ હતું. આ જ ઉત્સાહમાં ભાઇએ મતદાનના દિવસે જન્મેલા દીકરાનું નામ પણ મતદાન પાડી દીધું છે. સંતોષનું કહેવું છે કે 'હું આ નામથી બહુ ખુશ છું. એનાથી લોકોમાં જરૂર જાગૃતિ આવશે. જો આ નામને કારણે ભવિષ્યમાં મુશ્કેલી પેદા થશે તો વિચારીશું. મને આશા છે કે દીકરાના નામ પર કોઇ કાનૂની અડચણો નહીં આવે. ધારો કે આવશે તો એ વખતે બદલીશ.'

(3:54 pm IST)