Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

૮ મહિના બાદ સૌથી સસ્તુ થયું પેટ્રોલ : ડીઝલમાં ૭.૯૭ અને પેટ્રોલ ૯.૯૬ રૂપિયાનો ઘટાડો

જુલાઇ ૨૦૧૮ બાદથી સૌથી નીચી સપાટી રહી

નવી દિલ્હી,તા. ૩૦ :  પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં  ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે નવમાં દિવસે પણ વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. સતત નવમાં દિવસે ભાવમાં ઘટાડો કરાતા લોકોને મોટી રાહત થઇ હતી. પેટ્રોલની કિંમતમાં ૩૭થી ૪૦ પૈસાનો ઘટાડો આજે કરવામાં આવ્યો હતો. આવી જ રીતે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ૪૦-૪૫ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી ક્રુડ ઓઇલની કિંમતમાં ૩૦ ટકા કરતા વધારે ઘટાડો થઇ ચુક્યો છે. છેલ્લા ૪૦ દિવસથી નિયમિત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે કિંમતો ખુબ નીચે પહોંચી રહી છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા ૪૦ દિવસના ગાળામાં જ ક્રુડ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહત મળી રહી છે. ડીઝલની કિંમત ઘટવાથી ચીજવસ્તુઓની અવરજવરને લઇને પણ ખર્ચમાં ઘટાડો થયો છે. જેના લીધે  લોકોને મોંઘવારીથી રાહત મળી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. 

તેલ કિંમતોમાં ઘટાડાનો દોર હજુ જારી રહી શકે છે. દેશભરમાં નવેમ્બર મહિનામાં હજુ સુધી પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૪.૩૦ સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલની કિંમતમાં છ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. ૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.

(3:40 pm IST)