Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ઇથોપિયા : IL&FSના ૭ જેટલા ભારતીય કર્મચારીઓને સ્થાનિકોએ બંધક બનાવ્યા

કંપની ૧૨.૬ બિલયન ડોલરનું દેવુ ચૂકવવામાં નિષ્ફળ ગઈ ત્યારથી સ્થાનિક કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવ્યું નથી : કર્મચારીઓ ઈથોપિયાની ઓરોમિયા અને અમહારા રાજયોની ત્રણ જેટલી અલગ-અલગ સાઈટ્સ ખાતે કાર્યરત છે

નવી દિલ્હી તા. ૩૦ : ઈથોપિયામાં IF&FSના ૭ જેટલા ભારતીય કર્મચારીઓને ત્યાંના લોકલ સ્ટાફ જેમને વેતનની ચૂકવણી કરવામાં આવી નથી તેના દ્વારા બંધક બનાવી દેવામાં આવ્યા છે. હાલ IF&FSના કર્મચારીઓએ કરેલા દાવાની તપાસ વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે લેન્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર લિઝીંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસ લિમિટેડ રૂ. ૧૨.૬ બિલયન ડોલરના દેવાની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઈ ત્યારથી ત્યાંના સ્થાનિક કર્મચારીઓને વેતનની ચૂકવણી કરવામાં આવી નથી. અને ત્યારથી IF&FSના આ ભારતીય કર્મચારીઓને બંધક બનાવી દેવામાં આવ્યા છે.

આ અંગે કર્મચારીઓ દ્વારા ઈમેલ દ્વારા લખવામાં આવેલા લેટરમાં જણાવવામાં આવ્યું છે કે IF&FS ઓગસ્ટના અંતમાં દેવું ભરવામાં નિષ્ફળ જતા IF&FSમાં ફરજ બજાવતા ૭ જેટલા ભારતીયો કર્મચારીઓ જેઓ ઈથોપિયાની ઓરોમિયા અને અમહારા રાજયોની ત્રણ જેટલી અલગ-અલગ સાઈટ્સ ખાતે કાર્યરત છે તેમને ૨૫ નવેમ્બરથી ત્યાંના સ્થાનિક કર્મચારીઓ કે જેઓને વેતનની ચૂકણી કરવામાં આવી નથી તેમણે અટકાયત કરી છે.

ભારતીય કર્મચારીઓએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક રોડ પ્રોજેકટ્સ કે જેનું કામકાજ ભારત અને સ્પેનીશ કંપનીઓને સંયુકત ભાગીદારીમાં આપવામાં આવ્યું હતું. તેે પ્રોજેકટો રદ થવાની શકયતાને પગલે ત્યાંના સ્થાનિક કર્મચારીઓમાં હાલ ગભરાટ ફેલાયેલો છે. હાલ ત્યાંની પોલીસ અને અધિકારીઓ ભારતીય કર્મચારીઓને મદદ કરવાને બદલે ત્યાંના સ્થાનિકો કર્મચારીઓને મદદ કરી રહી છે. ભારતીય કર્મચારીઓએ આ સમગ્ર મુદ્દાને બ્યુરોકેટિક ઈસ્યુ ગણાવ્યો છે.

ઓરોમિયા પોલીસ કમીશનર જનરલ, ઈલેમેયુ ઈજીગુ, સ્ટેટ ડેપ્યુટી સ્પોકસમેન ડ્રેસા ટેરીફ અને અમરાહ સ્ટેટના પ્રવકતા નિગુસુ તિલાહુને બે ફોન કોલ્સ અને બે ટેકસ્ટ મેસેજનો તાત્કાલિક રિપ્લાય આપ્યો ન હતો.

(4:27 pm IST)