Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

યુપીમાં મહાગઠબંધન થશે તો NDAને થઈ શકે છે 42 સીટોનું નુકશાન

મહાગઠબંધન ન બને તો ભાજપને 16 સીટોનું નુકશાન :ટાઈમ્સ નાઉ અને સીએનએક્સના સર્વેનું તારણ

અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ અને સીએનએક્સના આ નવા સર્વેમાં એનડીએને ઉત્તરપ્રદેશમાં મોટા નુકશાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સર્વે મુજબ જો ઉત્તર પ્રદેશમાં મુખ્ય વિપક્ષી દળો સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસ વચ્ચે મહાગઠબંધન થશે તો એનડીએને ઘણુ નુકશાન થઈ શકે છે

સર્વેમાં જે મુખ્ય વાત સામે આવી છે તે મુજબ યુપીની 80 લોકસભા સીટ પર જો આજે ચૂંટણી કરાવવામાં આવે અને બધી મુખ્ય પાર્ટીઓ એકલા ચૂંટણી મેદાનમાં ઉતરે તો ભાજપને લગભગ 16 સીટોનું નુકશાન થઈ શકે છે. એટલે કે સપા, બસપા, કોંગ્રેસ વચ્ચે જો મહાગઠબંધન ન બને તો ભાજપને લગભગ 16 સીટોનું નુકશાન થઈ શકે છે.

    સર્વે મુજબ જો યુપી ચૂંટણીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, માયાવતીની બસપા અને કોંગ્રેસ વચ્ચે મહાગઠબંધન થઈ જાય તો ભાજપના નેતૃત્વવાળા એનડીએને 42 સીટોના નુકશાનનું અનુમાન છે. આવી સ્થિતિમાં એનડીએને રાજ્યની 80 લોકસભા સીટોમાંથી 31 સીટો જ મળવાની સંભાવના સર્વેમાં વ્યક્ત કરવામાં આવી છે. કુલ મળીને યુપીમાં મહાગઠબંધનની સ્થિતિમાં ભાજપને મોટુ નુકશાન ઉઠાવવુ પડી શકે છે.

(2:48 pm IST)