Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

છત્તીસગઢમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ :આઠ નક્સલીઓની ધરપકડ :કેમ્પ તબાહ

ડીઆરજી, સીઆરપીએફ અને કિરંદુલ પોલીસની સંયુક્ત કાર્યવાહી :303 રાઇફલ જપ્ત

છત્તીસગઢના દંતેવાડામાં સવારે પોલીસ અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં પોલીસે આઠ નક્સલીઓની ધરપકડ કરી છે. પોલીસે નક્સલીઓના કેમ્પને તબાહ કરી દીધો છે

  . દંતેવાડા જિલ્લા ડીઆરજી, સીઆરપીએફ અને કિરંદુલ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં અભિયાન પાર પાડવામાં આવ્યું હતું. અથડામણ દરમિયાન પોલીસે આઠ નક્સલીઓની ધરપકડ કરી અને એક 303 રાઈફલ પણ જપ્ત કરી છે.

દંતેવાડામાં અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે સુરક્ષાદળો પર નક્સલીઓએ ઠેર-ઠેરથી ફાયરિંગ શરૂ કર્યું હતું. એસપી અભિષેક પલ્લવે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યુ છે કે કિરંદુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિરોલી ડોકાપારામાં અથડામણની ઘટના બની હતી. આ પહેલા છત્તીસગઢના જ બીજાપુરમાં 14 નવેમ્બરે સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી.

(1:41 pm IST)