Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

પોઈન્ટ બ્લેન્ક :બ્રિટન,અમેરિકા અને ફ્રાન્સના યુદ્ધવિમાનોની સંયુક્ત ડ્રિલ

બ્રિટનના એફ-35બી લાઈટનિંગ, અમેરિકાના એફ-15ઈ અને ફ્રાન્સના રાફેલ વિમાનોએ ભાગ લીધો

બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સના એરફોર્સે ઈંગ્લિશ ચેનલ પર યુદ્ધવિમાનોની સંયુક્ત મિલિટરી ડ્રિલનું આયોજન કર્યું હતુ. આ ડ્રિલનું નામ પોઈન્ટ બ્લેન્ક આપવામાં આવ્યું છે. તેમાં બ્રિટનના એફ-35બી લાઈટનિંગ, અમેરિકાના એફ-15ઈ અને ફ્રાન્સના રાફેલ વિમાનોએ ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ફ્રાન્સનું રાફેલ વિમાન અમેરિકા અને બ્રિટન પાસે પણ છે.

(12:38 pm IST)