Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

પત્ની પિયરથી પાછી ન આવી તો ત્રણ મહિનાની દીકરીને લઇને પતિ ટાવર પર ચડી ગયો

આગ્રા, તા.૩૦: ઉત્તર પ્રદેશના આગરામાં બુધવારે બપોરે 'શોલે' ફિલ્મ જેવો હાઇ-વોલ્ટેજ ડ્રામા થયો હતો. ૨૯ વર્ષનો નરેશ પ્રજાપતિ તેની ત્રણ મહિનાની માસૂમ દીકરીને લઇને હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન ટાવર પર ચડી ગયો હતો. ટાવર પર ચડીને તે જોરજોરથી ચિલ્લાઇને મરવાની ધમકી આપવા લાગ્યો. નરેશનો તેની પત્ની રજની સાથે ઝઘડો થયો હતો. ઝઘડા પછી પત્ની રિસાઇને પિયર જતી રહી. તે બે મહિના પિયર રહી અને કેમેય પાછી ફરતી નહોતી. તેમના ચારેય બાળકો નરેશ સંભાળતો હતો. તે કેટલીયે વાર પત્નીને મનાવવા ગયો, પણ તે ન માની. આખરે કોઇ ચારો ન દેખાતાં તેણે પત્નીને ઇમોશનલ બ્લેકમેઇલ કરવાનું નકકી કર્યુ. તે ત્રણ મહિનાની દીકરીને લઇને હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન ટાવર પર ચડી ગયો. સાથે ઝોળીમાં ખાવાનું અને બાળકી માટે દૂધની બોટલ લઇને ગયો હતો. ટાવર પર ચડીને તેણે પોતાની પત્નીને બોલાવવાની માગણી કરી. જોતજોતામાં ભીડ જમા થઇ ગઇ. આખરે પોલીસે પિયરથી રજનીને બોલાવી ત્યારે જ નરેશ દીકરીને લઇને નીચે ઊતાર્યો.(૨૩.૩)

(12:10 pm IST)