Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ગ્રાહકોને અપાતી ''ફ્રી સેવાઓ'' ઉપર બેંક વસુલશે ૧૮% GST

બે મહિનાથી ટેક્ષ વિભાગ બેંકોનું નાક દબાવે છેઃ બેંક ઝટકો દેશે ગ્રાહકોને

નવી દિલ્હી તા.૩૦: બેંકમાં લઘુતમ બેલેન્સ જાળવી રાખનારા ગ્રાહકોને જે 'ફ્રી સર્વિસ' પુરી પાડવામાં આવે છે તેના પર હવે તેમણે ટેકસનો સામનો કરવો પડશે. SBI, ICICI બેન્ક, HDFCબેંક, PNB અને AXIX બેંક જેવી બેન્કો ખર્ચમાં થયેલા આ વધારાને ગ્રાહકો પર નાખવા વિચારે છે. છેલ્લા બે મહિના દરમિયાન ટેકસ વિભાગે બેન્કોને આ પ્રકારની નોટિસ જારી કરી છે. આ નોટીસના કારણે બેન્કો ચેક બુકસ, વધારાનું ક્રેડિટ કાર્ડ, વધારાના એટીએમ યુસેજ, ફયુઅલ સરચાર્જના રિફંડ જેવી સર્વિસિસ પર માસિક કે ત્રિમાસિક ધોરણે ૧૮ ટકા જીએસટી ઉઘરાવશે.

એપ્રિલમાં જારી કરવામાં આવેલી નોટીસ કરતાં આ જીએસટી નોટીસ અલગ છે, તેમાં બધી બેન્કો પાસેથી સર્વિસ ટેકસ અને દંડ પેટે રૂ. ૪૦,૦૦૦ કરોડ વસૂલવાની વાત હતી. તેમણે જણાવ્યું હતું કે, ''મોટા ભાગની બેન્કો જીએસટી ખર્ચ ગ્રાહક પર પસાર કરવા વિચારી રહી છે. આ ખર્ચ સીધો પસાર કરવામાં આવશે અને આ રકમ સીધી સરકારના ખાતામાં જમા થશે.'' એમ ઇન્ડિયન બેન્કસ એસોસિએશન (આઇબીએ)ના સીઇઓ વીજી કન્નને ઇટીને જણાવ્યું હતું. હવે ગ્રાહક પર કેટલો ચાર્જ કરવો તે ચાર્જ દરેક બેંકે જુદો જુદો હશે અને તેનો આધાર કેટલી ફ્રી સર્વિસિસનું મુલ્ય થાય છે.'' મોટાભાગની બેન્કો ગ્રાહકોને વિવિધ પ્રકારનાં ખાતા ઓફર કરે છે.

કેટલીક બેન્કોના માપદંડમાં લઘુતમ બેલેન્સ જાળવી રાખવાની વાત છે અને ગ્રાહકને તે કેટલીક ફ્રી સર્વિસિસ પૂરી પાડે છે. ટેકસ વિભાગ ઇચ્છે છે કે બેન્કો દ્વારા ફ્રી  સેવા પૂરી પાડવા બદલ કોઇ ચાર્જ વસૂલાતો નથી તો તેના પર ઇનડાયરેકટ ટેકસ વસૂલવો જોઇએ. જીએસટીની ગણતરી જે ગ્રાહકો મીનિમમ એકાઉન્ટ બેલેન્સ જાળવતા નથી તેમની પાસેથી વસુલાતા ચાર્જના આધારે કરાશે. ટેકસ વિભાગનો દાવો છે કે મિનિમમ બેલેન્સ રાખતા ગ્રાહકોને બેન્ક 'ડિમ્ડ વેલ્યૂ સર્વિસિસ' પૂરી પાડે છે. ટેકસ નિષ્ણાંતોનું કહેવું છે કે આ નોટીસ આ વર્ષે એપ્રિલમાં બેન્કોને જારી કરવામાં આવેલી સર્વિસ ટેકસ નોટીસના પગલે પૂરી પાડવામાં આવી છે. પીડબલ્યુસી ઇન્ડિયાની ડેપ્યુટી ઇનડાયરેકટ ટેકસ લીડર ધર્મેશ પંચાલે જણાવ્યું કે, ''અમે સમજીએ છીએ કે ઉદ્યોગે નાણામંત્રાલયને રજૂઆત કરી છે. જીએસટીના એફએકયુ પણ સ્વીકારે છે કે ફ્રી સપ્લાયને બેન્ક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા માટેની સુવિધા ગણી ન શકાય.''(૧.૩)

(11:41 am IST)