Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

હદ હો ગઇઃ પોર્નોગ્રાફી ફિલ્મો જોવાના શોખિન નેવી કમાંડરે પત્નીની વાયરલ કરી દીધી નગ્ન તસ્વીરો

મિત્રની પત્ની સહિત અન્ય મહિલાઓની તસ્વીરોને પણ એડિટ કરી વાયરલ કરી

પુના, તા.૩૦: પોર્નોગ્રાફી ફિલ્મો જોવાના શોખિન નેવી કમાંડરે પોતાની પત્નીની નગ્ન તસવીરો વાયરલ કરી દેતા ચકચાર મચી જવા પામી છે પૂના પોલિસે ભારતીય નૌસેનાના અધિકારીની ધરપકડ કરી છે, જેને અશ્લિલ ફિલ્મો જોવાની ખરાબ આદત હતી. નૌસેનામાં કમાંડરના પદ પર નોકરી કરતા વ્યકિત પર આરોપ છે કે, તેણે પોતાની જ પત્નીની નગ્ન તસવીરો ઈન્ટરનેટ પર અપલોડ કરી દીધી. આરોપીની પત્ની પણ આર્મીમાં કેપ્ટન રહી ચુકી છે. એટલું જ નહી કમાંડરે પોતાના મિત્રની પત્ની સહિત કેટલીક અન્ય મહિલાઓની તસવીરોને પણ એડિટ કરી નગ્ન બનાવી અને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધી. આરોપી હાલમાં દિલ્હીમાં પોસ્ટેડ છે.

આ મામલામાં આરોપીની પત્નીએ પૂના પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે, ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પત્નીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તેના પતિને પોનોગ્રાફીની ખરાબ લત છે, જેનાથી તેનો પુરો પરિવાર ખુબ પરેશાન છે. પરિવારે આરોપી કમાંડરની આ ખરાબ આદતને છોડાવવા માટે દ્યણા પ્રયાસ કર્યા પરંતુ તે અસપલ રહી. પત્નીએ કહ્યું કે, તેના પતિ કોઈ પણ મહિલાની તસવીરને એડિટ કરી નગ્ન બનાવતા હતા અને બાદમાં ઈન્ટરનેટ પર અપલોડ કરી દેતા હતા. આ સિવાય કમાંડરની પત્નીએ જણાવ્યું કે, એક દિવસ મારા પતિના મિત્રએ જણાવ્યું કે, તમારા પતિનું અફેયર મિત્રની પત્ની સાથે છે. ત્યારબાદ મે તેમને આ અફેયર ખતમ કરવા કહ્યું, પરંતુ તે ન માન્યા. ત્યારબાદ તે દિલ્હીથી આવીને પૂના રહેવા લાગી. અહીં તેમે પારિવારિક અદાલતમાં છૂટાચેડાનો કેસ પણ નોંધાવ્યો છે. મારા સાસુ-સસરા પણ પતિની આ આદતથી પરેશાન છે.

આરોપીને બે બાળકો છે. એક સમાચારપત્ર સાથેની વાતચીતમાં ઈન્સપેકટર (ક્રાઈમ) મહાદેવ કુમભરે જણાવ્યું કે, આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને નેવી પ્રાધિકરણને પત્ર લખીને કમાંડર સાથે પૂછતાછની મંજૂરી માંગવામાં આવી છે. કમાંડર વિરુદ્ઘ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૫૦૯ હેટળ મામલો નોંધવામાં આવ્યો છે.(૨૨.૪)

 

(11:43 am IST)