Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલ ખેડૂતોની મુખ્ય ૪ માંગણીઓ

નવીદિલ્હી,તા.૩૦: શીયાળુ સત્ર શરૂ થવાની ઠીક પહેલા સંસદ સુધી પોતાનો અવાજ પહોંચાડવા ખેડૂતો રામલીલા મેદાનમાં લાખોની સંખ્યામાં એકત્ર થયા છે. આજે ખેડૂતો રામલીલા મેદાનથી સાંસદ ભવન સુધી રેલી કાઢવાના છે. જો કે દીલ્હી પોલીસે ખેડૂતોને રેલીની અનુમતી આપી નથી. આ બે દિવસીય કાર્યક્રમ અખીલ ભારતીય કિશાન સંઘર્ષ સમન્વય સમિતિના બેનર હેઠળ યોજાય રહ્યો છે. જેમાં દેશભરના કુલ ૨૦૮ ખેડૂત અને સામાજીક સંગઠનો જોડાયેલા છે.

ખેડૂતોએ કેન્દ્રને ચેતવણી આપતા જણાવેલ કે જો સરકાર કરજ મુકિતની સાથે પાકની કિંમતનું દોઢ ગણું વળતર નહીં ચુકવે તો તેની કિંમત ૨૦૧૯માં ચુકવવી પડશે. ઉપરાંત ખેડૂતો માટે શીયાળુ સત્રમાં અલગ વિશેષ સત્ર બોલવવા પણ સામાજીક કાર્યકર્તાઓએ માંગણી કરી છે.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ

*ખેડૂતોને પૂરી કરજ માફી અપાય

*પાકની કિંમતનું દોઢ ગણું વળતર

*સ્વામીનાથન કમીશનના રીપોર્ટને પૂરી રીતે લાગુ કરવુ

*ખેડૂતોને પેન્સન

(11:40 am IST)