Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

BJPના પ્રચાર માટે ૭૦૦૦ કિલોની ટ્રક ખેંચે છે આ બહેન

રાજસ્થાનમાં બીજેપીના ચૂંટણી પ્રચારની રેલીમાં સાત હજાર કિલો વજન ધરાવતી ટ્રકને રસ્સીથી ખેંચીને મહિલા સશકતીકરણનું અનોખું પ્રદર્શન રાજલક્ષ્મી માંડાએ કર્યુ હતું. રાજલક્ષ્મી ચેન્નઇથી ખાસ ઉદયપુર આવી છે. ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવા માટે તે અલગ-અલગ શહેરોમાં ચૂંટણી રેલીની ટ્રકને એકલા હાથે ખેંચીને લોકોનું ધ્યાન આકર્ષિત કરી હતી છે. અત્યાર સુધીમાં ઉદયપુર અને બિકાનેરમાં તેણે આ કારખનામુ કર્યુ છે. રાજલક્ષ્મીનું કહેવું છે કે મોદી સરકારે મહિલાઓને ખૂબ સશકત બનાવી છે અને હું દુનિયાને દેખાડવા માગું છું કે મહિલાઓ કોઇ પણ રીતે કમજોર નથી. રાજલક્ષ્મી ભારે વાહન ખેંચનારી દુનિયાની બીજા નંબરની મહિલા છે. (પ-૧૦)

(11:36 am IST)