Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

રોબર્ટ વાડ્રાની જમીન ખરીદનાર કંપનીને અપાઈ હતી લોનઃ ફર્મને ટેકસ પેનલે આપી મોટી રાહત

આ રાહત ૫૦૦ કરોડ રૂપિયાની આવક પર આપવામાં આવી છેઃ આઈટી વિભાગે હવે વિગતો માગી

નવી દિલ્હી, તા. ૩૦ :. ગાંધી પરિવારના જમાઈ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની જમીન ખરીદનાર કંપનીને જે ફર્મએ લોન આપી તેને ટેકસ પેનલથી મોટી રાહત મળી છે. આ રાહત લગભગ ૫૦૦ કરોડ રૂપિયાની આવક ઉપર આપવામાં આવી છે. ઈડી રાજસ્થાનના બીકાનેરમાં વિવાદીત જમીનની લેવડદેવડના અનેક કેસની તપાસ કરી રહ્યુ હતુ જેમાં વાડ્રાની કંપની પણ સામેલ હતી. ઈડીએ આ મામલામાં ઈન્કમટેક્ષ સેટલમેન્ટ કમિશનથી ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લી. સાથે જોડાયેલી કાર્યવાહીની વિગતો આપવા જણાવાયુ છે. આ એ ફર્મ છે જેણે વાડ્રાની જમીન ખરીદનાર કંપનીને લોન આપી હતી. તો કંપનીએ વાડ્રા દ્વારા અધિગૃહિત કિંમતથી સાત ગણા વધુ ભાવ પર જમીન ખરીદી હતી.

બે મહિનામાં પહેલા તત્કાલીન ઈડીના વડા કરનાલસિંહે કમિશન પાસેથી લેખીતમાં ભૂષણ પાવર કેસ સાથે જોડાયેલી વિગતો માગી હતી, જ્યારે આ મામલામા આદેશ સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. તેમણે આ સિવાય પુનર્ગઠીત બેંચ પાસેથી વિગતો પણ રજૂ કરવા કહ્યુ હતું. જેના પર આરોપ છે કે ભૂષણ પાવરને રાહત આપવા માટે આદેશમાં નરમાશ વ્યકત કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે ઈડી આ પહેલા પણ કમિશન પાસેથી પૂછપરછ કરી ચૂકયુ છે, પરંતુ જવાબમાં કમિશને કહ્યુ હતુ કે બધો રેકોર્ડ આગમાં સળગી ગયો છે. ૨૦૧૧-૧૨માં ભૂષણ પાવરે દિલ્હીની એલીજેની ફીનલીઝ પ્રા.લી.ને ૫.૬૪ કરોડની લોન આપી હતી. રેકોર્ડ અનુસાર એલીજેનીએ આના પૈસાથી બીકાનેરમાં વાડ્રાની સ્કાય લાઈટ નામની પ્રોપર્ટી ખરીદી હતી.

ડીસેમ્બરમાં સેટલમેન્ટ કમિશને એક આદેશ આપ્યો હતો જેમાં આઈટી વિરૂદ્ધ ભૂષણ પાવરની અરજી હતી. બાદમાં આઈટીએ કંપનીને શોકોઝ આપી હતી અને કંપનીએ વર્ષ ૨૦૦૪-૦૫ અને ૨૦૧૧-૧૨ દરમિયાન તેના અનેક ખાતામાં ૮૦૦ કરોડ રૂપિયાથી ઉપર ગયેલી રકમને ઈન્કમટેકસ રેકોર્ડમાં બતાડવા કહ્યુ હતું, તો અંતિમ આદેશમાં સેટલમેન્ટ કમિશને એ રકમ ઘટાડીને ૩૧૭ કરોડ બતાડી એટલુ જ નહિ તેણે ભૂષણ પાવરને ૫૦૦ કરોડ રૂપિયાની આવક પર રાહત પણ આપી હતી.(૨-૩)

(10:11 am IST)