Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સર્કસમાં જાનવરોના ઉપયોગ ઉપર પ્રતિબંધનો પ્રસ્તાવ

સરકારે ડ્રાફટ નોટીફીકેશન બહાર પાડયું: ૩૦ દિવસની અંદર લોકોના સૂચનો માંગ્યા

નવી દિલ્હી, તા. ૩૦ :. કેન્દ્ર સરકારે કોઈપણ સર્કસ કે મનોરંજન કેન્દ્રમાં જાનવરોના ખેલ બતાડવા કે તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ મુકયો છે. પશુ અધિકાર કાર્યકરોએ આને પ્રગતિશીલ અને આવકાર્ય પગલુ ગણાવ્યુ છે. પર્યાવરણ મંત્રાલયે પરમ દિવસે ડ્રાફટ નોટીફીકેશન હેઠળ તમામ પક્ષકાર પાસેથી આ મુદ્દે ૩૦ દિવસની અંદર સૂચનો માગ્યા છે.

ડ્રાફટમાં જણાવાયુ છે પરફોર્મીંગ એનીમલ્સ રૂલ્સ ૨૦૦૧ના નિયમ ૧૩માં ૧૩-એ ને પણ જોડવામાં આવે જેમા ખાસ પ્રદર્શન માટે જાનવરોને તાલીમ આપવા અને તેમના પ્રદર્શન ઉપર પ્રતિબંધ રહેશે. કોઈપણ સર્કલ કે મોબાઈલ મનોરંજન કેન્દ્રોમાં કોઈપણ જાનવરના ઉપયોગ, પ્રદર્શન કે ખેલ બતાડવા નહિ દેવાય.

આ પગલાની પ્રસંશા કરતા પીપલ્સ ફોર એનીમલ્સના ટ્રસ્ટી ગૌરીએ કહ્યુ છે કે સર્કસ અને અન્ય મોબાઈલ કેન્દ્રોમાં જાનવરોના ઉપયોગ ઉપર પ્રતિબંધ એ આવકાર્ય પગલુ છે.(૨-૪)

(10:07 am IST)