Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ઇમરાનખાન અમને લોકશાહી ન શીખવે: દોસ્તીના પૈગામ પર અમીતભાઇ શાહનો સળસળતો જવાબ

છતીષગઢમાં ભાજપ સરકાર બનાવશે : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ફરી ભગવો લહેરાશે

નવી દિલ્હી :  બીજેપી અધ્યક્ષ  અમિતભાઇ શાહએ કહ્યુ બીજેપી છતીસગઢમાં કોઇના પણ સમર્થન વગર સરકાર બનાવશે જયારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમા પાર્ટી ફરી એક વખત સરકાર બનાવશે

રાજસ્થાનમાં મુખ્યમંત્રીશ્રીના મતભેદના સવાલપર અમીતભાઇ શાહએ કહ્યુ કે જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજયના મુખ્યમંત્રીનું લક્ષ્ય એક હોય તો મતભેદોનો કોઇ સવાલ ઉભો થતો નથી જયારે ટીકીટ વહેંચણી મુદે ઉભા થયેલ વિવાદ પર શાહએ કહ્યુ બીજેપી મા રાજયના મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ ફકત કોઇ ઉમેદવાર માટે પોતાનો મત રાખી શકે અને ફેંસલો પાર્ટીની ટીમ કરે છે.

કરતારપુર કોરીડોરના સવાલ પર અમીતભાઇ શાહએ કહ્યુ કે  કરતારપુર કોરીડોર મુદે કોંગ્રેસને દોષ આપવો જોઇએ. એમણે કહ્યુ કોંગ્રેસના કાર્યકાળ દરમ્યાન સરહદ ૪ કી.મી. દુર હતી જન્મ સ્થળથી કોંગ્રેસ ગામને લઇ લેતી તો આજે નાનક જન્મ સ્થળ પર પાકિસ્તાન જવાની જરૃરત ન રહત.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના દોસ્તીના પૈગામ પર શાહએ કહ્યુ કે જયારે ઇમરાનખાન ખુદ કહે છે કે એમની સરકાર અને સેના એક પેજ પર છે તો આવી સ્થિતીમાં દોસ્તીના પૈગામના સવાલ પર અમીતભાઇ શાહએ કહ્યુ કે ઇમરાન ખાન અને પાકીસ્તાન એ ભારતને લોકતંત્ર શીખવાડવાની જરૃરત નથી.

(12:00 am IST)