Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સતામાં આવીશું તો દર વર્ષે એક લાખ લોકોને મફતમાં મળશે ગાય; તેલંગાણામાં ભાજપે કર્યો ચૂંટણી વાયદો

ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ, સ્નાતકોને મફતમાં લેપટોપ, દારૂના વેચાણને નીયમિત કરશું

 

ભાજપાએ તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરેલા ઘોષણાપત્રમાં કહ્યું છે કે, જો તે સત્તામાં આવે છે તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ, સ્નાતકોને મફતમાં લેપટોપ, દારૂના વેચાણને નીયમિત કરવાની સાથે દર વર્ષે એક લાખ લોકોને મફતમાં ગાય આપવામાં આવશે. રાજ્યમાં સાત ડિસેમ્બરે મતદાન થશે.

  ઘોષણાપત્ર ભાજપાના સ્થાનિક પ્રમુખ લક્ષ્મણે જાહેર કર્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટી સત્તામાં આવશે તો, ધન અને બીજા પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તનને રોકવા માટે કાયદો બનાવશે. આમાં પણ કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશથી ગેરકાયદે પ્રવેશ કરનારા લોકો તથા રોહિંગ્યા સમુદાયના લોકોને પાછા તેમના દેશ મોકલવામાં આવશે.

 ખેડૂતો માટે કહેવામાં આવ્યું છે કે, ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તા યુક્ત બીજ અને મફતમાં બોરવેલ અથવા પંપસેટ આપવામાં આવશે. સ્નાતક વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ, સાતમી કક્ષાથી 10મી કક્ષા સુધીની છોકરીઓને નિશુલ્ક સાયકલ જ્યારે સ્નાતક અને તેનાથી ઉપરના પાઠ્યક્રમોમાં અભ્યાસ કરી રહેલી છોકરીઓને 50 ટકા સબસિડી સાથે સ્કૂટી આપવામાં આવશે.

 આમાં 2022 સુધી તમામ યોગ્ય ગરીબોને મફતમાં ઘરનો પણ વાયદો કરવામાં આવ્યો છે. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાજગ સરકારની આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય યોજનાના કર્યાન્વયન સિવાય, પ્રત્યેક મંડળમાં જેનરેટિક દવા કેન્દ્ર સ્થાપિત કરવા માટે પગલા ભરવામાં આવશે. બેરોજગાર યુવાનોને મહિને 3116 બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે

(12:00 am IST)