Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

તેજપ્રતાપની છૂટાછેડા સાથે જોડાયેલા કોઈ પણ વિષય પર મીડિયા રિપોર્ટીંગ નહીં :કોર્ટનો આદેશ

ઐશ્વર્યા રાયને નોટીસ પાઠવીને આગળની સુનાવણી 8 જાન્યુઆરી સુધી સ્થગિત

પટના :આરજેડી નેતા અને પૂર્વ પ્રધાન તેજપ્રતાપ યાદવના છૂટાછેડાની અરજી પર પહેલી વખત સુનાવણી થઈ હતી કોર્ટે તેજપ્રતાપની પત્ની ઐશ્વર્યા રાયને નોટીસ પાઠવીને આગળની સુનાવણી 8 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધી છે સાથે કોર્ટે આદેશ આપ્યો છે કે તેજપ્રતાપની છૂટાછેડા સાથે જોડાયેલા કોઈપણ વિષય પર મીડિયા રિપોર્ટીંગ નહીં થાય.

  આ પહેલા છુટાછેડાની અરજી પરત લેવાના સવાલ પર તેજપ્રતાપે કર્યું કે કેવી રીતે અરજી પરત લઈ શકે?? અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ નવેમ્બરે તેજપ્રતાપે પટનાની ફેમિલી કોર્ટમાં પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડા લેવા અરજી દાખલ કરી હતી. જેની 29 નવેમ્બરે સુનાવણી થઈ હતી  ઐશ્વર્યા આરજેડી નેતા ચંદ્રિકા રાયની પુત્રી છે અને મે મહિનામાં તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન થયા હતા.

(12:00 am IST)