Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

દિલ્હીમાં ભયંકર પ્રદુષણ :15 વર્ષ જૂનાં પેટ્રોલ અને 10 વર્ષ જૂનાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ

નવી દિલ્હી :રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે દિલ્હીની વાયુની ગુણવત્તા દયનીય અને ભયંકર છે. સાથે જ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારને એવા વાહનોની તાત્કાલિક ઓળખાણ કરવાનો નિર્દેશ આપ્યો છે જે ઉત્સર્જન ધોરણોને અનુરૂપ ન હોય. ત્યારે સુપ્રીમ કોર્ટે આવાં વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો.

(12:00 am IST)