Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

UPSC પરીક્ષાની તારીખ લંબાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર : નક્કી કરેલી તારીખ 4 ઓક્ટોબરના રોજ પરીક્ષા લેવાનો આદેશ : આ પરીક્ષા આપનારા માત્ર સ્ટુડન્ટ્સ નહીં પણ ભાવિ સરકારી સેવકો છે : પરીક્ષા આપવામાં આવતી નાની મોટી અડચણોનો સામનો કરવા તેઓ સજ્જ હોવા જોઈએ : આયોજકોએ કરેલી તૈયારી અને કોવિદ -19 સામે લીધેલા સાવચેતીના પગલાંને ધ્યાને લઇ પરીક્ષા લેવા મંજૂરી આપી

ન્યુદિલ્હી : વર્તમાન કોરોના વાઇરસ સંજોગોને કારણે હાલની તકે યુ.પી.એસ.સી.પરીક્ષાની તારીખ પાછી ઠેલવા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનના અનુસંધાને નામદાર કોર્ટએ આ તારીખ પાછી ઠેલવાનો ઇન્કાર કર્યો છે.તથા નક્કી કરેલી તારીખ 4 ઓક્ટોબરના રોજ પરીક્ષા લઇ શકાશે તેમ જણાવ્યું છે.જોકે  આ પરીક્ષા માટેની છેલ્લી ટ્રાયલ આપનારાઓ માટે  થોડી છૂટછાટ આપવા અનુરોધ કર્યો છે.સાથોસાથ વધુમાં વધુ વય મર્યાદામાં વધારો ન કરવા સૂચના આપી છે.
નામદાર કોર્ટએ કહ્યું હતું કે આ પરીક્ષા આપનારાઓ માત્ર સ્ટુડન્ટ ન ગણાય પરંતુ ભાવિ સરકારી સેવકો ગણાય. તેઓ દર વર્ષે આવતી નાની મોટી અડચણો જેવી કે પ્રદુષણ સહિતની અડચણોનો સામનો કરવા સજ્જ હોવા જોઈએ.આયોજકોએ કરેલી સંપૂર્ણ તૈયારીઓ તથા કોવિદ -19 થી બચવા લીધેલા સાવચેતીના પગલાંઓને ધ્યાને લેતા હવે પરીક્ષાની તારીખ લંબાવવી તે વ્યાજબી લાગતું નથી.
નામદાર કોર્ટએ પરીક્ષા માટે જે તે રાજ્યોને સૂચના આપી પરીક્ષા સ્થળની નજીકમાં આવેલી હોટલોમાં  સોશિઅલ ડીસ્ટન્સના પાલન સાથે પરીક્ષાર્થીઓ રહી શકે તે જોવાની સૂચના આપી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:40 pm IST)