Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મુંબઇ અમદાવાદ હાઈવે પરથી AK-47 સહિત ચાર દેશી તમંચા સાથે બે શખ્શો ઝડપાયા : હથિયારો સાથે નશીલા પ્રદાર્થોનો જથ્થો જપ્ત

બ્રાઉન સુગર અને ડોડા જેવા નશીલા પદાર્થ મળીને કુલ 13, 60 કરોડનો મુદ્દામાલ જપ્ત

 

મહારાષ્ટ્રના પાલઘર પોલીસ અને એટીએસે મુંબઇ અમદાવાદ હાઈવે પરથી .કે 47 સહિત ચાર દેશી તમંચા તેમજ 63 જીવતા કારતૂસ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે

  શખ્સો પાસેથી ઘાતક હથિયારોની સાથે નશીલા પદાર્થ અને બ્રાઉન સુગર અને ડોડા જેવા નશીલા પદાર્થ મળીને કુલ 13 કરોડ 60 લાખ રુપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે

 જાણવા મળ્યા મુજબ . મનોર પોલીસ મથકની હદમાં ચીલ્હર ફાંટા પાસે આવેલા હિન્દુસ્તાન ધાબા પાસે કેટલાક લોકો હથિયાર લઈ આવવાની બાતમી મળતા પોલીસ અને એટીએસે સાથે મળીને ઓપરેશન પાર પાડ્યુ હતું.

(11:50 pm IST)