Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

PMC બેંક દેવામાં ડુબેલી HDILને આપી છે ૬પ૦૦ કરોડની લોનઃ પુર્વ MDનો ધડાકો

બેંકે કુલ પુંજીનો ૭૩ ટકા લોન માત્ર ૧ ગ્રાહકને આપી : રૂ. ૬પ૦૦ કરોડની રકમ NPAમાં નાખી દેવાઇ હોવાનું ખુલ્યું

નવી દિલ્હી, તા., ૩૦: વિવાદોમાં ઘેરાયેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ.બેંક (પીઅમેસી) ના પુર્વ મેનેજીંગ ડાયરેકટર જોય થોમસે કહયું છે કે દેવાળુ ફુંકનાર કંપની એચડીઆઇએલને ૬પ૦૦ કરોડની વધુની લોન આપી હતી.

જે નિયમની સીમાથી ૪ ગણી વધારે અને બેંકના રૂ.૮૮૮૦ કરોડની લોનના ૭૩ ટકા હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડના એક સભ્યએ ખુદ રિઝર્વ બેંકને એચડીઆઇએલને અપાયેલ લોનની વિગત આપી છે. એચડીઆઇએલ ને અપાયેલી લોન એનપીએમાં નાખી દેવાઇ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે થોમસે રીઝર્વ બેંકને ૪ પાનાનો પત્ર મોકલ્યો છે. જેમાં જણાવાયું છે કે તેઓએ અને બોર્ડના કેટલાક સભ્યોએ કઇ રીતે એચડીઆઇએલને લોન આપી હતી. બોર્ડના મોટા ભાગના સભ્યોને આની જાણ નહોતી.

થોમસે સ્વીકાર્યુ છે કે એચડીઆઇએલને અપાયેલ લોન ૬પ૦૦ કરોડથી વધુ છે જે બેંકના કુલ ૮૮૮૦ કરોડ ધિરાણના ૭૩ ટકા છે. કુલ એનપીએ ૬૦ થી ૭૦ ટકા છે.

(3:53 pm IST)