Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હવે હાઇવે ઉપર પણ આડેધડ પાર્કિંગ કરી નહિ શકાયઃ વાહન જપ્ત થશેઃ દંડ નહિ ભરો તો થશે હરરાજી

સરકારે હાઇવે ઓથોરીટીને આપી વધુ સત્તા

 નવી દિલ્હી,તા.૩૦: જો તમે હાઇવે પર અયોગ્ય રીતે વાહનનું પાર્કિંગ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂરીયાત છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હાઇવે પર અયોગ્ય રીતે પાર્ક કરવામાં આવેલા વાહન પર ફકત દંડ જ નહિ પરંતુ તેને જપ્ત પણ કરી શકે છે.

એટલું જ નહિ એક સપ્તાહની અંદર દંડ નહિભર્યા તો એનએચએઆઇ તેની હરાજી પણ કરશે સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રાલયે અતિક્રમણ અને અયોગ્ય પાર્કિંગ અંગે એનએચઆઇને પહેલેથી વધુ અધિકાર આપ્યા છે. આ અધિકારોને આપવાના હેતુથી હાઇવેની જમીન પર પાર્કિંગ રોકવા અને અયોગ્ય માળખાને હટાવા અને ગેરકાયદેસર રીતે અતિક્રમણને હટાવા માટે દંડ વસૂલવા અને દંડ લગાડવા અંગેનું છે તેનાથી વધુ ઓથોરીટી હવે હાઇવે પર અસ્થાપી રૂપથી ટ્રાફિકને રોકી પણ શકે છે. કેન્દ્ર તરફથી અધિતર મળ્યા બાદ એનએચએઆઇની પાસે ગેરકાયદેસર દબાણ, અયોગ્ય પાર્કિંગ અને સર્વિસ એનએચએઆઇ પરથી વાહનલોને હટાવાનો અધિકાર હશે.

નવા નિયમ હેઠળ કાયદાનું ઉલ્લંઘન કરતા લોકો પર દંડ લાગશે નવા નિયમ હેઠળ નિયમો ઉલ્લંઘન કરતા લોકોને દંડને વસુલતા માટે ૭ દિવસનો સમય આપવામાં આવશે જો આવું કરવામાં અસફળ રહે છે તો તેના વાહનની હરાજી પણ કરવામાં આવશેે સરકાર તરફથી આ અંગેની નોટીફિકેશન બહાર પાડવામાં આવી છે. તના મુજબ એનએચએઆઇને જમીન અંગે નિર્ણય લેવાનો અધિકાર મળી ગયો છે. સાથે જ તે હાઇવે પર ટ્રાફિક મેનેજમેન્ટ સંબંધી નિર્ણય લઇ શકશે.

સુત્રોના જણાવ્યા મુજબ એનએચએઆઇના પ્રોજેકટ ડીપરેકડાય અને ગુરૂગ્રામના કે એડમિનિસ્ટ્રેર અશોક શર્માએ જણાવ્યું કે કન્ટ્રોલ ઓફ નેશનલ હાઇવે એકટર ૨૦૦૨ના સેકશન ૨૪ અને ૨૭ હેઠળ દરેક પ્રોજેકટ ડાયરેકટર્સ હાઇવે પર ટ્રાફિક મેનેજમેન્ટની સાથે જ એનઅચેઅઆઇ મેઇનટેન્સ સાથે જોડાયેલા મુદ્દા પર નિર્ણગ લઇ શકશે. દંડની રકમ , આરોપીઓ પર કેસ, અયોગ્ય પાર્કિંગને ખત્મ કરવા, દબાણને હટાવા અંગે માનક પ્રક્રિયાનો ક્રાફટ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

(3:51 pm IST)