Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હોમ લોન સસ્તી થશેઃ ૮.૩ના દરે ૩૦ લાખ સુધીની લોન આપશે

બેન્કો આગામી સપ્તાહે હાઉસીંગ લોનને એકસ્ટર્નલ બેન્ચમાર્ક સાથે લિંક કરશે

મુંબઇ તા. ૩૦ :.. બેન્કો આ અઠવાડીયે હાઉસીંગ લોનને આરબીઆઇની ગાઇડ લાઇન્સ અનુસાર એકસટર્નલ બેન્ચમાર્ક સાથે લિંક કરવાની સિસ્ટમ અપનાવી લેશે અને તેના કારણે હોમ લોન વધુ સસ્તી થશે. એસબીઆઇ ૩૦ લાખ સુધીની લોન ૮.૩ ટકાના વ્યાજ પર આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે તેનાથી બોરોઅર્સ માટે ફન્ડિંગ કોસ્ટ ઓછામાં ઓછી ૩૦ બેસિસ પોઇન્ટ ઘટી જશે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટથી ઉપર ર.૬પ ટકાનો સ્પ્રેડ નિર્ધારિત કર્યો છે. રેપો રેટ અત્યારે પ.૪૦ ટકા છે. આ રીતે એકસટર્નલ બેન્ચમાર્ક રેટ ૮.૦પ ટકા આવે છે. તેનાથી ઇફેકિટવ રેટ ઘટીને ૮.ર૦ ટકા થઇ જશે, જે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટ (એમસીએલઆર) સિસ્ટમ હેઠળ રૂ. ૩૦ લાખ સુધીની હોમ લોન પર પગારદાર બોરોઅર્સ માટે ૮.૩૦ ટકા છે.

જો કે કસ્ટમર્સની પ્રોફાઇલના આધારે તેના પર કેટલાક એડિશનલ ચાર્જ પણ લગાવવામાં આવી શકે છે. એસબીઆઇ નોન-સેલરિડ બોરોઅર્સ પાસેથી ૧પ બેસિસ પોઇન્ટ વધારાનો ચાર્જ વસુલ કરશે, હાઇ રિસ્ક ગ્રેડ-૪-૬ ધરાવનાર પર તેના એડિશનલ ૧૦ બેસિસ પોઇન્ટનો ચાર્જ લાગશે.

આરબીઆઇએ ૪ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે બેન્કોએ રિટેલ કસ્ટમર્સ અને માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ લોનને એકસટર્નલ ઇન્ટરેસ્ટ બેન્ચમાર્ક સાથે લિન્ક કરવો પડશે, જેથી મોનેટરી પોલીસીની અસર સારી રીતે ટ્રાન્સફર થઇ શકે અને ક્રેડિટ ગ્રોથ, કન્ઝપ્શન અને ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન મળે. બેન્કોને એકસટર્નલ બેન્ચમાર્ક પર સ્પ્રેડ નકકી કરવાની સ્વતંત્રતા છે. આ ઉપરાંત બોરોઅર્સના ક્રેડિટ એસેસમેન્ટના આધારે રિસ્ક પ્રીમીયમ પણ બદલી શકે છે. બેન્ક જે  રેપો રેટ પર આરબીઆઇ પાસેથી ઉધાર લે છે તે ફેબ્રુઆરી ર૦૧૦ બાદ સૌથી લઘુતમ સ્તર પાંચ ટકા પર છે. (પ-ર૦)

(3:50 pm IST)