Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

લોકો કાશ્મીરઓ માટે જેહાદ કરે : ઇમરાન

અમેરિકાથી પરત આવીને ઇમરાન ખાને ફરી ઝેર ઓકયું: દુનિયા કાશ્મીર મામલે અમારી સાથે નહિ હોવાનો સ્વીકાર

નવી દિલ્હી,તા.૩૦:અમેરિકાથી આવ્યા બાદ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને કહ્યું કે જે લોકો કાશ્મીરની સાથે છે તેઓ જેહાદ કરી રહ્યા છે. પાકિસ્તાન કાશ્મીરીઓનું સમર્થન કરશે. તો પાકિસ્તાન તરફથી વારંવાર અપાતી ધમકીને લઈને રાજનાથ સિંહે કહ્યું કે નૌસેનાની સેકેંડ સ્ટ્રાઈક મહત્વની છે. સશસ્ત્ર સેના પરમાણુ હથિયારથી જવાબી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

રાજનાથ સિંહે આઈએનએસ વિક્રમાદિત્યને કહ્યું કેભારત કયારેય મુંબઈ હુમલો ભૂલી નહીં શકે, એક વાર ભૂલ થઈ બીજી વાર ભૂલથી પણ ભૂલ નહીં થાય. સેના સ તર્ક રહેશે. સીમા પર આતંકવાદની સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે પડોશી દેશ ભારતને અસ્થિર કરવાની યોજના બનાવી રહ્યું છે. વિશ્વનો કોઈ પણ દેશ પોતાની સુરક્ષાના પૂરતી વ્યવસ્થા રાખે છે અને સાથે આપણે પણ આતંકી હુમલાની શકયતા નકારી શકતા નથી.

અમેરિકાથી પરત ફર્યા બાદ ઈમરાન ખાને કાશ્મીર રાગ છેડ્યો છે. તેઓએ કહ્યું કે કાશ્મીરીઓે સાથ આપીશું અને જેહાદ કરીશું, જે લોકો કાશ્મીરીઓ સાથે ઊભા છે તે જ જેહાદ કરી રહ્યા છે. વિશ્વ ભલે કાશ્મીરીઓની સાથે ના હોય તો પણ વાંધો નથી. પાકિસ્તાન હંમેશા કાશ્મીરીઓનો સાથ આપશે. આવું અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અમે અલ્લાહને ખુશ કરવા ઈચ્છીએ છીએ.વધુમાં ઈમરાને કહ્યું કે જો સાથ ના આપો તો આશા પણ રાખવી જોઈએ નહીં. કાશ્મીરીઓ પાસેથી અમને ઘણી આશા છે. અમે એક દિવસ ચોક્કસ જીતીશું.

રાજનાથ સિંહે કહ્યું કે તેમની સરકાર ઈચ્છે છે કે ભારતીય સેનાને વિશ્વમાં બ્લૂ વોટર નેવીના નામથી ઓળખવામાં આવે. બ્લૂ વોટર નેવી એવી નૌસેનાને કહેવાય છે જે વૈશ્વિક સ્તરે તટરેખાથી લઈને સમુદ્ર સુધી કાર્યવાહી કરવા સક્ષમ હોય.

(1:08 pm IST)