Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

DRDOએ ઓડિશામાં સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું કર્યુ સફળ પરીક્ષણ

જમીન, જળ અને હવામાં પણ છોડી શકાય :મારક ક્ષમતા પણ અચૂક

નવી દિલ્હી : DRDOએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશાના ચાંદીપુર રેન્જમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ એક એવી ક્રૂઝ મિસાઈલ છે કે જે જમીન, જળ અને હવામાં પણ છોડી શકાય છે. બ્રહ્મોસની મારક ક્ષમતા પણ અચૂક છે.

વર્તમાન સમયમાં ચીન અને પાકિસ્તાન પાસે પણ આવી મિસાઈલ નથી કે જેનાથી જમીન, સમુદ્ર અને આકાશમાં એમ ત્રણેય જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય. વર્તમાનમાં ભારત અને રશિયા આ મિસાઈલની મારક ક્ષમતાનું અંતર વધારવાની સાથે તેને હાઈપરસોનિક સ્પીડ પર ઉડાવવા પર કામ કરી રહ્યા છે.

આગામી દિવસોમાં રશિયા સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની રેન્જને 290 કિલોમીટરથી વધારીને 600 કિલોમીટર કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. આ મિસાઈલથી કોઈ પણ ટારગેટને સરળતાથી તબાહ કરી શકાશે.

(1:00 pm IST)