Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાત માં ૨૦૦૨ના હુલ્લડ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે કે બિલ્કિસબાનોને પંદર દિવસમાં ૫૦ લાખ ચૂકવી આપો, વળતર નોકરી અને ઘર આપો : કચ્છના અખાતવાળું વેલમાર્ક લો-પ્રેશર ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ઉપર સ્થિર થયું છે, 24 કલાક મેઘરાજાનું જોર રહેશે, આવતીકાલથી ઘટી જશે.: આજે સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદની વધુ શક્યતા, કેટલાક સ્થળે ભારે વરસાદ પડશે : મેઘરાજાના અતિરેકથી ચારેકોર હવે ખમૈયા કરો તેવી પ્રાર્થના થઈ રહી છે : કપાસ અને મગફળીના પાકને ખુબ જ નુકશાન, લીલો દુકાળ પડવાની ભીતિ : ઉનાના દરિયામાં બોટ ડૂબતા ૪ ખલાસી લાપતા : જામકંડોરણા, રાપરમાં સાડાસાત ઇંચ, લોધિકામાં છ ઇંચ વરસાદ ત્રાટક્યો : બે દિવસમાં કચ્છમાં દે ધનાધન મુન્દ્રા ૮, રાપરમાં સાત ઇંચ, ભચાઉ અને અંજાર ૫ ઇંચ, ગાંધીધામ ચાર ઇંચ, માંડવી અને ભુજમાં એક થી દોઢ ઈંચ વરસાદ પડ્યો : રાજકોટમાં છેલ્લા બે દિવસમાં છ ઇંચ વરસાદ, સવારથી હળવા-ભારે ઝાપટા અને તડકા નું વાતાવરણ : વીંછિયા પંથકમાં એક થી દોઢ ઈંચ, માણાવદર પંથકમાં છ થી આઠ ઈંચ : જૂનાગઢના 11 ડેમ ફરી ઓવરફલો : રાજકોટના ભાદર સહિત સૌરાષ્ટ્રના ૭ જિલ્લાના ૧૧૫ ડેમો ઓવરફ્લો,ચારેકોર લીલોતરી : ભાદર મચ્છુ-૧, મચ્છુ-૨, આજી, ન્યારી બધા છલોછલ : પોરબંદરમાં ભારે વરસાદને કારણે શાળા-કોલેજોમાં રજા : જામજોધપુરના સદોડરમાં ૭ ઇંચ : ઘેડ પંથકમાં દસ ઇંચ, અનેક ગામો બેટમાં ફેરવાયા : રાજકોટમાં રાસોત્સવના મેદાનોમાં પાણી ભરાયા, આજે પણ ભરેલું નાળિયેર: ચોમાસાની વિદાય લંબાય તેવી સંભાવના, જાણીતી વેધર વેબસાઇટે જણાવ્યું છે કે રાજસ્થાનથી ૭ ઓક્ટોબર અને મુંબઈથી ૧૫ ઓક્ટોબર આસપાસ ચોમાસુ વિદાય લે તેવી સંભાવના : આજે સવારે જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયાના અહેવાલો : અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી : દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં આઠથી બાર ઈંચ વરસાદ : રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી : યુપી-બિહારમાં વરસાદનો. પ્રકોપ, નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક સ્થળોએ 8 ફૂટ પાણી ભરાયા, સવાસોથી વધુ ના મોત, : કુતિયાણા જૂનાગઢના રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ : મોટી પાનેલીમાં ૨૪ કલાકમાં ૮ ઇંચ, મોબાઇલ ટાવર ઉપર વીજળી ત્રાટકી : જસદણ પાસે લાખોના હીરાની લૂંટ

(1:00 pm IST)