Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પ્રયાગરાજમાં જળબંબાકાર: લોકો બોટ દ્વારા અવર-જવર કરવા મજબૂર બન્યા : ગંગા નદીના કિનારના વિસ્તારમાં પાણી ભરાયા

કિનારાના વિસ્તારમાં પાંચથી છ ફૂટ સુધી ગંગા નદીના પાણી ઘૂસી ગયા

પ્રયાગરાજ : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જળબંબાકારની સ્થિતિ છે. ગંગા અને યમુના નદીની સતત જળસપાટી વધી રહી છે. જેથી ગંગા નદીના કિનારના વિસ્તારમાં પાણી ભરાયા.હતા

આ વિસ્તારમાં પાંચથી છ ફૂટ સુધી ગંગા નદીના પાણી ઘૂસી ગયા છે. સ્થાનિક લોકો અવર-જવર માટે બોટનો ઉપયોગ કરી રહ્યા છે.

જ્યારે નદી કિનારના વિસ્તારથી લોકોને દૂર રહેવાના આદેશ પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. પૂરના કારણે લોકોના ઘરમાં પાણી ભરાયા છે. જેથી મોટુ નુકસાન પણ થયુ છે.

(12:46 pm IST)