Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ચીન અને પાકિસ્તાન ઉપર ભારે પડશે ભારત: એરફોર્સ ચીફ બનતાં આર કે ભદૌરિયાની હુંકાર

રફાલના કારણે ભારત ચીન અને પાકિસ્તાન પર ભારે પડશે.

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાની કમાન એર માર્શલ રાકેશકુમાર ભદૌરિયાએ સંભાળી છે  બીએસ ધનોઆ આજે નિવૃત થયા છે. જે બાદ વાયુસેનાની કમાન આરકે ભદૌરિયાને સોંપવામાં આવી છે. નિવૃત થતા પહેલા ધનોઆએ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલ ખાતે શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

   કેન્દ્ર સરકારે આરકેએસ ભદૌરિયાને વાયુસેનાના અધ્યક્ષ માટે પસંદ કર્યા છે. તેમણે જૂન 1980માં આઈએએફના ફાઈટર સ્ટ્રીમમાં કમીશન મેળવ્યુ હતુ. જે બાદ તેઓ વાયુસેનાના વિવિધ પ્રમુખ પદ પર રહ્યા અને મહત્વની જવાબદારી પણ સંભાળી છે. આરકે ભદૌરિયા અત્યાર સુધીમાં 26 પ્રકારના વિમાન ઉડાવી ચૂક્યા છે. જેમા રફાલનો પણ સમાવેશ થાય છે.

તેઓ રફાલમાં ઉડાન ભરનારા પહેલા ભારતીય વાયુસેનાના પાયલટ છે. વાયુસેનાની કમાન સંભાળતાની સાથે તેમણે જણાવ્યુ હતુ કે, રફાલના કારણે ભારત ચીન અને પાકિસ્તાન પર ભારે પડશે. રફાલના કારણે ભારતની સૈન્ય શક્તિમાં વધારો થવાનો છે.

(12:29 pm IST)