Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ત્રાસવાદનો સફાયો કરવા LOC પાર કરવી પડશે તો કરશુ

'લુકા-છુપી' નો ખેલ લાંબા સમય સુધી નહિ ચાલેઃ આર્મી ચીફની પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણીઃ હવાઇ માર્ગે જવું પડે કે ભૂમિ માર્ગે સીમા પાર કરશું જઃ પાકિસ્તાન કાશ્મીરનો માહોલ બગાડવાના ષડયંત્રમાં લાગ્યુ છે

નવી દિલ્હી, તા.૩૦: પાડોશી દેશ પાકિસ્તાને તેના બાલાકોટમાં આંતકી કેમ્પોને ફરીથી એકિટવ કર્યા છે. આ ખબરો વચ્ચે હવે ભારતીય આર્મીના ચીફ જનરલ બિપિન રાવતે મોટું નિવેદન આપીને પાડોશી દેશને ચેતવણી આપી છે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું કે,'બોર્ડર પર 'લુકા છુપી'નો ખેલ વધુ સમય સુધી નહીં ચાલે. એક ખાનગી મીડિયા સાથે વાતચીત દરમિયાન બિપિન રાવતે કહ્યું કે,ભારતની નીતિ સ્પષ્ટ છે. અમે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરના માહોલનો લાભ લેવા નહીં દઈએ. તેમને કહ્યું કે,જો અમને LOC પાર કરવાની ફરજ પડી તો અમે કરીશું. બિપિન રાવતે કહ્યું કે,પાકિસ્તાન આંતકીઓને નિયંત્રિત કરી રહ્યું છે. જે તેની પ્રોકસી વોર હેઠળ કામ કરે છે. વધુ સમય સુધી હાઇડ-એન્ડ-સીકનો ખેલ નહીં ચાલે. જો અમારે બોર્ડર ક્રોસ કરવાની જરૂર પડી, ભલે હવાઈ માર્ગથી અથવા જમીન માર્ગથી તો અમે જઈશું.

બિપિન રાવતે કહ્યું કે,'રેડ લાઇન ખૂબજ સ્પષ્ટ રૂપે ખેંચવામાં આવી છે. જો આગળની કાર્યવાહીને નક્કી કરશે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર વાત કરતી બિપિન રાવતે કહ્યું કે ૫ ઓગસ્ટ બાદ ઘુસણખોરીના પ્રયત્નોમાં વધારો થયો છે. દ્યાટીમાં આંતકી સંગઠનોમાં નેતૃત્વનો શૂન્ય પેદા થયો છે. પાકિસ્તાન ફરીથી હિંસાની સ્થિતિ સર્જવા માટે ઘાટીના યુવાનોને ભડકાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ અમે આ સુનિશ્યિત કરી રહ્યા છીએ કે કોઈ પણ આતંકી અમારી સરહદમાં પ્રવેશ ન કરે અને અમે શંકાસ્પદ ગતિવિધિઓ પર નિશાન સાધી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય ઘુસણખોરીને રોકીને કાશ્મીરમાં શાંતિ સુનિશ્યિત કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે જયારથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવી છે. પાકિસ્તાન બેચેન થયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ આ મદ્દો વૈશ્વિક સ્તરે કેટલાક મંચ પર ઉઠાવ્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં. વિશ્વના કોઈ પણ દેશે પાકિસ્તાનનો સાથ આપ્યો નહીં અને આને ભારતનો આંતરિમ મામલો બતાવ્યો. તાજેતરમાં પાકિસ્તાને યુએનમાં પણ જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ ઇમરાન ખાનની એ અસર પણ બેઅસર રહી.

(11:36 am IST)