Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હવે પ્લાસ્ટિક નહીં, વાંસની બોટલમાં પીવો પાણી

ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીએ વાંસ બોટલ માર્કેટમાં કરશે લોકાર્પણ

નવી દિલ્હી : હવે પ્લાસ્ટિક નહીં, પરંતુ વાંસની બોટલમાં પાણી પીવા મળશે  ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીએ વાંસ બોટલ માર્કેટમાં  લોકાર્પણ કરવા નિર્ણંય કર્યો છે

  એમએસએમઇ મંત્રાલયે ઓક્ટોબરમાં આ બોટલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તે સ્વાસ્થ્ય માટે તેમજ પર્યાવરણને અનુકૂળ રાખવા માટે ફાયદાકારક રહેશે.

  પ્લાસ્ટિકનો ઉપયોગ ફક્ત માણસો માટે જ નહીં પણ પ્રાણીઓ માટે પણ ખૂબ જોખમી છે. આનાથી પર્યાવરણ પ્રદૂષિતની સાથે અનેક પ્રકારના રોગો પણ ફેલાય છે. આટલું જ નહીં, દેશભરમાં વધતા કચરાનું સૌથી મોટું કારણ પણ પ્લાસ્ટિક છે, કારણ કે તેનો નાશ કરવો ખૂબ જ મુશ્કેલ છે.

    સ્વચ્છતા અભિયાનની સાથે પ્લાસ્ટિકની આડઅસરોને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ કહ્યું છે કે 2 ઓક્ટોબરથી સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પીએમ મોદીના આ પગલાને સમર્થન આપવા માટે, એમએસએમઇ મંત્રાલય હેઠળ કાર્યરત ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીએ વાંસ બોટલ માર્કેટમાં લોકાર્પણ કરવાનો નિર્ણય લીધો છે.

  એમએસએમઇ મંત્રાલયે આ બોટલ ઓક્ટોબરમાં લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. તે સ્વાસ્થ્ય માટે તેમજ પર્યાવરણને અનુકૂળ રાખવા માટે ફાયદાકારક રહેશે. આ બોટલની ક્ષમતા ઓછામાં ઓછી 750 એમએલ હશે. તેની કિંમત 300 રૂપિયાથી શરૂ થશે. આ બોટલ લાંબા સમય સુધી ટકાઉ રહેશે અને નુકસાન થયા પછી સરળતાથી નિકાલ પણ કરી શકાય છે.

(12:00 am IST)