Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

દિવાળી અગાઉ સીઆરપીએફના જવાનોનું રૅશન ઍલાઉન્સ અટક્યું !!

ગૃહ મંત્રાલયે સીઆરપીફને 800 કરોડ રૂપિયા ન આપતા સીઆરપીએફ નાણાભીડમાં મુકાઈ

નવી દિલ્હી : દેશની સૌથી મોટા પૅરામિલિટરી ફોર્સ સીઆરપીએફના જવાનોને આ મહિને રૅશનિંગ ઍલાઉન્સ નહીં મળે તેમ ધ ટેલિગ્રાફનો અહેવાલ જણાવે છે.

અહેવાલ કહે છે કે દરેક જવાનને પગારની સાથે રૅશનિંગ ઍલાઉન્સ તરીકે 3000 રૂપિયા મળે છે, પરંતુ ગૃહ મંત્રાલયે સીઆરપીફને 800 કરોડ રૂપિયા ન આપતા સીઆરપીએફ નાણાભીડમાં મુકાઈ છે.

અહેવાલ મુજબ સીઆરપીએફ તરફથી જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ આની રજૂઆત કરવામાં આવી હતી. જોકે સરકારે હજી આ રજૂઆત ધ્યાને લીધી નથી.

800 કરોડની ચુકવણી નહીં કરવા અંગે ગૃહ મંત્રાલય તરફથી કોઈ કારણ આપવામાં  આવ્યું. નથી

એક અધિકારીને ટાંકીને ટેલિગ્રાફ લખે છે કે રૅશન ઍલાઉન્સ અટક્યું હોય એવી ઘટના પહેલી વાર બની છે.

સીઆરપીએફે પોતાના યુનિટોને સપ્ટેમ્બરના પગારમાં રૅશન ઍલાઉન્સ નહીં ચૂકવી શકાય એવી જાણ કરી છે.

(12:00 am IST)