Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ઐયાસી માટે જાણીતા થાઈલેન્ડમાં હવે કોરોના સેન્ટરો ઐયાસી સેન્ટરોમાં ફેરવાઈ રહ્યા છે: સીસીટીવી ફૂટેજ ઉપરથી ચોંકાવનારી વિગતો બહાર આવી: પોલીસે ઠેર ઠેર દરોડા શરૂ કર્યા

થાઇલેન્ડમાં કોવિડ સેન્ટરોને ગ્રુપ સેક્સનું સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે. લોકોને જાણે કોરોનાનો કોઇ ડર જ ન હોય, તેમ કોરોના દર્દી દવાની સાથે સેક્સ પણ માણી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. 

જો કે પોલીસને જાણ થતા આવા કોવિડ સેન્ટરો પર પોલીસ દરોડા પાડી રહી છે. સીસીટીવી  ફુટેજને કારણે આખો મામલો સામે આવ્યો હતો.

ધ નેશન થાઇલેન્ડના એક રિપોર્ટ મુજબ, હોસ્પિટલોમાં ઐય્યાશીના સમચાર પછી અધિકારીઓમાં પણ ગભરાટ ફેલાયો છે. દર્દીઓની આવી હરકત રોકવા માટે ઠેર ઠેર હોસ્પિટલોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. 

તાજેતરમાં જ થાઇલેન્ડડ ઇન્ટરનલ સિક્યોરિટી ઓપરેશન કમાંડ ઓફિસર્સે પીપીઈ  કીટ પહેરીને અનેક કોવિડ સેન્ટરો પર દરોડા પાડયા હતા. એ દરમ્યાન ૧૦૦૦ જેટલા દર્દીઓની પુછપરછ પણ કરવામાં આવી. જો કે કોઇ પણ કોવિડ સેન્ટર પરથી ડ્રગ્સ મળ્યું નથી, પણ મોટી માત્રામાં સિગરેટ અને હુક્કા મળ્યા જે પ્રતિબંધિત છે. 

આ પછી ખાસ ટીમે કોવિડ સેન્ટરના  સીસીટીવી  ફુટેજ તપાસ્યા તો એમાં પૂરુષ અને સ્ત્રી દર્દીઓ એક સાથે એક બીજા વોર્ડમાં જતા જોવા મળ્યા હતા.

સેન્ટ્રલ થાઇલેન્ડમાં કોરોના મહામારીના કેસો ઝડપથી વધવાને કારણે અનેક જગ્યાએ ઇમરજન્સી કોવિડ કેર સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા. પરંતું જેમ જેમ વાયરસનું સંક્રમણ ઘટવા માંડતા અને દર્દીઓની કોવિડ સેન્ટરમાં સંખ્યા ઘટી જતા, આવા કોવિડ સેન્ટરોનો ઉપયોગ ઐય્યાશી માટે શરૂ થઇ ગયો છે. 

સેન્ટ્રલ થાઇલેન્ડના કોવિડ સેન્ટર્સમાં દર્દીઓ સેક્સ  અને ડ્રગ્સ માણતા નજરે પડી રહ્યા છે. ઉપરાંત દર્દીઓ વચ્ચે મારામારીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. 

સૌથી વધારે ફરિયાદ બેંગકોકના ડોન મુઆંગ એરપોર્ટના વેરહાઉસમાં બનાવવામાં આવેલી ૧૮૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાંથી આવી રહી છે.

(11:01 pm IST)