Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

કોરોના વેકસીનનો ત્રીજો ડોઝ અતિ સંવેનદનસીલ લોકો માટે જરૂરી

WHO એ પહેલી વાર સ્વીકાર કર્યો કે ત્રીજો ડોઝ જરૂરી છે

ન્યૂ દિલ્હી : અતિ સંવેદનશીલ લોકો માટે વેક્સિનનો ત્રીજો ડોઝ જરુરી છે તેવા અમેરિકી સરકારના ટોચના મહામારી નિષ્ણાંતની વાતને સાચી ઠેરવતા WHO ના યુરોપ શાખાના પ્રમુખ ડો. હંસ ક્લુગે જણાવ્યું કે WHO યુરોપ ક્ષેત્રમાં સામેલ 53 માંથી 33 દેશોમાં છેલ્લા એક અઠવાડિયાથી વધારે સમયમાં કોરોનાના કેસોમાં 10 ટકા અથવા તેનાથી વધારે વધારો થયો છે.

તેમણે કહ્યું કે અમે અમેરીકી સરકારના મહામારી નિષ્ણાંત ડોક્ટર એન્થની ફાઉચી સાથે વાત કરી છે અને બન્નેનું માનવું છે કે વેક્સિનનો ત્રીજો ડોઝ એ પ્રકારની લક્ઝરી નથી જે એવા વ્યક્તિ પાસેથી છીનવાઈ રહી છે જે વેક્સિનના પહેલા ડોઝની પ્રતિક્ષા કરી રહ્યાં છે.

વેક્સિનનો ત્રીજો ડોઝ કોના માટે જરુરી
ક્લુગેએ જણાવ્યું કે વેક્સિનનો ત્રીજો ડોઝ ફક્ત અતિ સંવેદનશીલ લોકોને સુરક્ષિત રાખવા માટે છે. જે સુખી-સમૃદ્ધ દેશો પાસે વધારે પ્રમાણમાં વેક્સિન હોય તેમને અછત ધરાવતા દેશો પાસે વેક્સિન શેર કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી દેશમાં ત્રીજા ડોઝની ચર્ચા ચાલી રહી છે.

(10:45 pm IST)