Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

કાશ્મીર સરહદે વધુ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર મારવામાં આવ્યો: આ સાથે આજે બે ઘૂસણખોરોનો ખાત્મો બોલવાયો: મૂઠભેડ ચાલુ

જમ્મુ અને કાશ્મીરમાં એલ.ઓ.સી. ઉપર ઘૂસણખોરો સાથે ફરીથી મુઠભેડ શરૂ થઈ ગઈ છે. ભારતીય સૈનિકોએ એક વધુ પાકિસ્તાની આતંકી ઘૂસણખોરને ફૂંકી મારેલ છે. આજે સવારે પણ એક આતંકીને ઠાર માર્યો હતો. આમ આજે બે પાકિસ્તાની ઘુસણખોરોનો આપણા સૈનિકોએ ખાત્મો બોલાવ્યો છે. બાકીના ઘૂસણખોરો સાથે આ સમાચાર મળ્યા ત્યારે રાત્રે મુઠભેડ ચાલુ છે..(સુરેશ દુગ્ગર)

(8:31 pm IST)