Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે દેશની રાજધાની દિલ્લીમાં સોનું 199 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું જ્યારે ચાંદીના ભાવમાં ૨પ૦ રૂપિયા સુધીનો ઘટાડો થયો

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાની કિંમત 1,814 ડોલર પ્રતિ ઔંસ જોવા મળી

નવી દિલ્‍હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ નીચે આવ્યા છે. આજે સોમવારે અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે દેશની રાજધાની દિલ્લીમાં સોનું 199 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. આ સામે સમાન સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. એક કિલો ચાંદીના ભાવમાં 250 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.

કેવો રહ્યો સોના – ચાંદીનો ચળકાટ

રાજધાની દિલ્લીમાં આજે 99.9 ટકા સોનાનો ભાવ 199 રૂપિયા ઘટ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાની કિંમત 1,814 ડોલર પ્રતિ ઔંસ જોવા મળી હતી. એચડીએફસી સિક્યોરિટીઝ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 250 રૂપિયા ઘટીને 62,063 રૂપિયા પ્રતિ કિલો થયો છે. આ પહેલા ગત ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ 62,313 રૂપિયા પ્રતિ કિલોએ બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ભાવ 23.99 ડોલર પ્રતિ ઔંસ હતો.

આજથી 5 દિવસ સસ્તું સોનું ખરીદવાની તક

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની છઠ્ઠી સિરીઝ શરૂ કરી છે. આ માટેના સબ્સ્ક્રિપ્શન આજે 30 ઓગસ્ટથી શરૂ થશે જે 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગોલ્ડ બોન્ડ્સ માટે ઇશ્યૂ પ્રાઇસ 4,732 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. સોનુ ખરીદવા ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટ કરવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ છૂટ અલગથી આપવામાં આવશે. આ રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડ્સની ઇશ્યૂ કિંમત 4,682 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

જો તમે સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હોવ તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતાની ચકાસણી જ નહિ પરંતુ તમે સોના સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD  47341.00   -197.00 (-0.41%)–  16:00 કલાકે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે

AHMEDABAD 999         48960

RAJKOT 999                   48980

(સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે

CHENNAI                 48960

MUMBAI                  47500

DELHI                      50800

KOLKATA                49650

(સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે

BANGLORE           48490

HYDRABAD          48490

PUNE                      49120

JAYPUR                 48800

PATNA                    49120

NAGPUR                47500

(સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર

DUBAI                 43912

AMERICA          43058

AUSTRALIA     43043

CHINA               43058

(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

(6:06 pm IST)