Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

રૈનબૈક્સીના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહ અને શિવેંદર સિંહને જામીન અપાવવા અને જેલમાં સુરક્ષાના નામે એક દલાલે તેમની પત્નીઓ પાસેથી 204 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી

સિંહ બ્રધર્સ ઓક્ટોબર 2019થી તિહાડ જેલમાં બંધ છેઃ આ બંન્નેને રેલિગેયર ફિનવેસ્ટ અને તેની પેરેંટ કંપની રેલિગેયર એંટરપ્રાઇઝથી 2397 કરોડ રૂપિયાના ગમનનાં આપોરસર ધરપકડ કરવામાં આવી હતી

નવી દિ‌લ્હીઃ રૈનબૈક્સીના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહ અને શિવેંદર સિંહને જામીન અપાવવા અને જેલમાં સુરક્ષાના નામે એક દલાલે તેમની પત્નીઓ પાસેથી 204 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. જેની ફરિયાદ આ બંન્ને પ્રમોટરની પત્નીઓએ પોતે કરી છે.

આ મામલે પહેલાથી જ એક ફરિયાદ નોંધાયેલ છે. હવે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ વધુ એક મામલો નોંધ્યો છે. અસલમાં રૈનબૈક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહે પહેલા પણ આવી એક ફરિયાદ નોંધાવી હતી, હવે બીજા પ્રમોટર મલવિંદર સિંહની પત્ની જપના સિંહે પણ પોલીસમાં આવી ફરિયાદ દાખલ કરાવી છે.

સિંહ બ્રધર્સ ઓક્ટોબર 2019થી તિહાડ જેલમાં બંધ છે. આ બંન્નેને રેલિગેયર ફિનવેસ્ટ અને તેની પેરેંટ કંપની રેલિગેયર એંટરપ્રાઇઝથી 2397 કરોડ રૂપિયાના ગમનનાં આપોરસર ધરપકડ કરવામાં આવી છે.

પ્રથમ મામલામાં આરોપી સુકેશ ચંદ્રશેખર વિરૂદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. હવે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)એ રોહિણી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર વિરૂદ્ધ છેતરપિંડી, રંગદારી અને આપરાધિક ષડયંત્રનો વધુ એક મામલો નોંધાયો છે. આર્થિક અપરાધ શાખા અને ખંડણીના કેદી સુકેશ ચંદ્રશેખર સિંહ પાસે સતત પૂછપરછ થઇ રહી છે.

રૈનબૈક્સીના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહની પત્નીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તેનાથી પણ લગભગ ચાર કરોડ રૂપિયા જામીનના નામે છેતરપિંડી થઇ છે. આ પહેલા એફઆઇઆરમાં રૈનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્નીએ જામીનના નામે 200 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

(5:56 pm IST)