Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

તાલિબાન સુપ્રીમો હિબતુલ્લા અખુંદઝાદાની પ્રથમ તસવીરો જાહેર થઈ: ટૂંક સમયમાં રેલી દ્વારા જાહેરમાં આવશે: તેમની ગતિવિધિઓ અંગે ભાગ્યે જ કોઇને જાણ છે: કાયદાઓના નિષ્ણાત છે

કાબુલ: તાલિબાનોએ સત્તામાં તેમના પ્રથમ કાર્યકાળ કરતાં નરમ શાસનનું વચન આપ્યું છે, અમેરિકી સૈન્ય દ્વારા આ પ્રથમ શાસન  સમાપ્ત કરવામાં આવ્યું હતું. કારણ કે તેઓએ અલ-કાયદાને આશ્રય આપ્યો હતો.  ઘણા અફઘાનોને તાલિબાન દ્વારા ઇસ્લામિક કાયદાના ક્રૂર અર્થઘટન માટે તેમજ વિદેશી દળો, પશ્ચિમી મિશન અથવા અગાઉની યુએસ સમર્થિત સરકાર સાથે કામ કરવા બદલ હિંસક બદલો લેવાનો ડર છે.

 રવિવારે તાલિબાને ખુલાસો કર્યો હતો કે તેમના સર્વોચ્ચ નેતા હિબતુલ્લા અખુંદઝાદા દક્ષિણ અફઘાનિસ્તાનમાં છે અને મોટા પાયે જાહેરમાં આવવા જંગી રેલી સહિતના  કાર્યક્રમની યોજના બનાવી રહ્યા છે. 

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે, "તે કંદહારમાં છે. તે શરૂઆતથી જ ત્યાં રહે છે."  નેતાના નાયબ પ્રવક્તા, બિલાલ કરીમીએ કહ્યું: "તે ટૂંક સમયમાં જાહેરમાં દેખાશે."

હિબતુલ્લાહ અખુંદજાદાને મે ૨૦૧૬ તાલિબાન સુપ્રીમો તરીકે પ્રમુખપદે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પૂર્વ નેતા અખ્તર મંસૂરના અમેરિકન ડ્રોન હુમલામાં માર્યા ગયા બાદ આ નિયુક્તી કરવામાં આવી હતી, તે સમયે ગ્રુપ તરફથી શેર કરવામાં આવેલા એક વીડિયો અનુસાર, મનસૂરના બે પ્રમુખ ડેપ્યુટીમાંથી એક હેબતુલ્લાહને પાકિસ્તાનમાં યોજાયેલી એક બેઠકમાં પ્રમોટ કરવામાં આવ્યો હતો.

૫૦ વર્ષીય હેબતુલ્લાહ અખુંદજાદાને એક સૈનિક/ લડાકુની જગ્યાએ એક કાયદાવિદના રૂપમાં બતાવવામાં આવ્યો છે અને તેને સંગઠનમાં ઇસ્લામની એક્સ્ટ્રીમ ઇન્ટરપ્રિટિશન લાગુ કરવાનો શ્રેય આપવામાં આવે છે.

અખુંદજાદા તાલિબાનના મુખ્ય સાત નેતામાંથી એક માનવામાં આવે છે. અખુંદજાદાની દરરોજની ભૂમિકાની જાણકારી નથી, તેની સાર્વજનિક પ્રોફાઇલ ઇસ્લામિક હોલીડે/ પર્વો પર વાર્ષિક સભ્યોને જાહેર કરવા સુધી સીમિત માનવામાં આવી છે. ઉપરોક્ત તસ્વીર તેની એકમાત્ર તસવીર છે જે સાર્વજનિક થયેલી છે

તાલિબાન તરફથી જાહેર એક ફોટોગ્રાફને છોડી દઇએ તો આ નેતા સાર્વજનિક સ્તર પર લોકો વચ્ચે ઓછો જોવા મળે છે અને તેનું ઠેકાણુ પણ ખબર નથી.

ઓગસ્ટ મહિનાના મધ્યમાં પાટનગર કાબુલ પર કબજા બાદથી તાલિબાને પણ અખુંદજાદાની ગતિવિધિઓ વિશે ચુપ્પી સાધી છે. તાલિબાનના પ્રવક્તા જેબિહુલ્લાહ મુજાહિદને અખુંદજાદાના ઠેકાણા વિશે પૂછવામાં આવતા કહ્યુ, તમે તેમણે જલ્દી જોશો.

આ કોમેન્ટ એવા સમયે આવી છે જ્યારે તાજેતરના દિવસોમાં વિવિધ તાલિબાની નેતાઓએ કાબુલની મસ્જિદોમાં સાર્વજનિક રીતે પ્રવચન આપ્યુ છે, વિપક્ષના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી છે અને અફઘાનિસ્તાન ક્રિકેટના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી છે.

તાલિબાનના પોતાના ટોચના નેતાઓને પોતાની છાયામાં રાખવાનો ઇતિહાસ રહ્યો છે. તાલિબાન જ્યારે ૧૯૯૦ના દાયકામાં સત્તામાં હતુ ત્યારે સંગઠનના મુખ્ય નેતા મુલ્લા મોહમ્મદ ઉમર ક્યારેક જ  કાબુલની મુસાફરી કરતા હતા.

(1:16 pm IST)