Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

રોકાણકારોને રોકાણની તક : સપ્ટેમ્બરમાં આવશે બે આઇપીઓ

બંને કંપનીઓના આઇપીઓ 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી ઓપન રહેશે

મુંબઈ :સપ્ટેમ્બર મહિનામાં કોઈ આઇપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યો છો તો એક  તક આવી રહી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ બે કંપનીઓના આઇપીઓ આવી રહ્યાં છે. આ આઇપીઓના માધ્યમથી રોકાણકારો રોકાણ કરીને કમાણી કરી શકે છે. હેલ્થકેર ચેન વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર અને કેમિકલ બનાવનારી કંપની એમી ઓર્ગેનિક્સનો પણ આઇપીઓ બજારમાં લિસ્ટ થવા જઈ રહ્યો છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, બંને કંપનીઓના આઇપીઓ 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી ઓપન રહેશે. હેલ્થકેર ચેન વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર અને સ્પેશિયાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ એમી ઓર્ગનિક્સની પબ્લિક ઓફર 1-3 સપ્ટેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ખુલશે.

 

વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટરના આઇપીઓનો પ્રાઇઝ બેન્ડ 522-531 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. તે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હશે જેમાં પ્રમોટર અને ઇન્વેસ્ટર્સ 35,688,064 ઇક્વિટી શેર્સ વેચશે.

કેટલું રોકાણ કરવું પડશે- 14616 રૂપિયા
શેરની કિંમત- 522-531 રૂપિયા
લોટ સાઇઝ- 28 શેર

 

એમી ઓર્ગેનિક્સનો ઇશ્યૂ ખુલી રહ્યો છે. કંપનીએ IPO માટે પ્રાઇઝ બેન્ડ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. ઇશ્યૂ માટે શેરની કિંમત 603-610 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અપર પ્રાઇઝ બેન્ડના હિસાબથી એમી ઓર્ગેનિક્સએ પોતાના IPOના માધ્યમથી 570 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. એમી ઓર્ગેનિક્સના IPOમાં 200 કરોડના નવા શેર ઇશ્યૂ કરવામાં આવશે. કંપનીએ આઇપીઓની સાઇઝ 100 કરોડ રૂપિયા ઓછી કરી છે.

એમી ઓર્ગેનિક્સ આઇપીઓ માટે શેરની કિંમત 603-610 રૂપિયા હશે. બીજી તરફ, તેમાં એક લોટ 24 શેરોનો હશે. એક લોટ ખરીદવો જરૂરી છે. અપર પ્રાઇઝ બેન્ડના હિસાબથી આ ઇશ્યૂમાં ઓછામાં ઓછું 14640 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

કેટલું રોકાણ કરવું પડશે- 14640 રૂપિયા
શેરની કિંમત- 603-610 રૂપિયા
લોટ સાઇઝ- 24 શેર

(12:11 pm IST)