Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

સોશિયલ મીડિયા દ્વારા 'ગંદી' વાતો નહી ફેલાવવા નરેન્દ્રભાઇની અપીલ

આ સિધ્ધાંતનો સવાલ નથી : સંસ્કૃત સંસમાજને છાજે નહિ તેવા અપશબ્દોનો ઉપયોગ નહી કરવા સલાહ

નવી દિલ્હી તા. ૩૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સોશિયલ મિડિયા પર 'ગંદી' વાતો નહિ ફેલાવવા જણાવી ઉમેર્યું હતું કે, આ સિદ્ઘાંતનો પ્રશ્ન નથી પરંતુ સભ્ય સમાજને શોભતી વાત નથી.

વારાણસીના ભાજપના કાર્યકર્તાઓને વિડિયો દ્વારા સંબોધન કરતા વડાપ્રધાને સમાજમાં સકારાત્મક વાતાવરણ ઉભું કરવાની જરૂર જણાવી હતી. આજે મોહલ્લામાં થતી કૌટુંબિક લડાઈ પણ રાષ્ટ્રીય સમાચાર બની જાય છે.

એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે,ઘણી વાર લોકો મર્યાદા ઓળંગે છે તેઓ કંઈક ખોટું સાંભળે કે તરત જ ફોરવર્ડ કરે છે તેઓ તે સાચું કે ખોટું તપાસતા પણ નથી. તેઓ જાણતા નથી કે આ સમાજ માટે કેટલું નુકસાનકારક છે. ઘણા લોકો સભ્ય સમાજને છાજે નહિ તેવી ગંદી ભાષા વાપરે છે. મહિલાઓ માટે ગમે તેવું લખે છે. દેશના ૧૨૫ કરોડ નાગરિકોએ સોશિયલ મિડિયામાં ગંદી વાતો ફેલાવવી જોઈએ નહીં.

સોશિયલ મિડિયા પર ખરાબ ભાષા અને અપશબ્દોથી રાજકીય પક્ષોમાં પણ મતભેદ ઉભા થાય છે. ભાજપના વિરોધીઓ તેના કાર્યકર્તાઓ માટે ગમે નહી તેવા શબ્દોનો ઉપયોગ કરે છે.

પક્ષના કાર્યકર્તાઓને સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ભારતના બદલાતા ચહેરા અને ઐતિહાસિક વિકાસના વીડિયો પ્રસારિત કરે. ભારતના દરેક ગામમાં વીજળી પહોંચી છે આ બધું ભારતીયો માટે ગૌરવ સમાન છે.

વડાપ્રધાને મહાત્મા ગાંધીની ૧૦૦મી જન્મ જયંતિની ઉજવણી દરમ્યાન સ્વચ્છતા એ જ સેવાની ઝુંબેશમાં જોડાવા અપીલ કરી હતી.

(3:37 pm IST)