Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

રિપબ્લિક ડે ચીફ ગેસ્ટ પર સસ્પેન્સ : જો ટ્રમ્પ ન આવે તો ભારત પાસે પ્લાન 'B'

આ પહેલા વર્ષ ૨૦૧૫માં તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા મોદી સરકારના પહેલા મુખ્ય અતિથિ બન્યા હતા

નવી દિલ્હી તા. ૩૦ : રિપબ્લિક ડે પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના મુખ્ય અતિથિ તરીકે આવવાને લઈ હજુ કઈ નક્કી નથી થઈ શકયું. હાલમાં વિદેશ મંત્રાલયે આ મુદ્દે જાણકારી આપવાની ના પાડી દીધી છે, તો વ્હાઈટ હાઉસની પ્રવકતા સાર સેડર્સે કહ્યું કે, મને ખબર છે કે, આમંત્રણને આગળ વધારી દેવામાં આવ્યું છે, પરંતુ મને નથી લાગતુ કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય આ મામલે લેવામાં આવ્યો હોય.

જોકે, ભારતમાં પણ સૂત્રોએ ગત અઠવાડીએ જણાવ્યું હતું કે, આના માટે કોઈ પણ પ્રકારની તારીખ નક્કી નથી કરવામાં આવી. સૂત્રોએ જણાવ્યું કે, ભારત પાસે બે વિકલ્પ છે. મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ ૨૧થી ૨૩ જાન્યુઆરી વચ્ચે ૧૫ પ્રવાસી ભારતીય દિવસના અવસરે ભારતમાં રહેશે. ત્યારબાદ તે બીજા મહેમાનો સાથે ઈલાહાબાદ અર્ધ કુંભમાં સામેલ થવા માટે જશે. આશા રાખવામાં આવી રહી છે કે, તે ૨૫ જાન્યુઆરીએ ભારતમાં જ હશે. જેથી તેમને ગણતંત્રના દિવસે મુખ્ય અતિથિ બનાવી શકાય છે.

બીજી સંભાવના છે કે અજર્િેન્ટનાના રાષ્ટ્રપતિ મેરેસિયો મેક્રી પણ ચીફ ગેસ્ટ બની શકે છે, કારણ કે, જાન્યુઆરીના અંતમાં પણ તેઓ ભારતમાં હશે. અગામી વર્ષે મુલાકાત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવેમ્બરમાં G-20ના સેમેલનમાં પણ મુલાકાત કરશે. G-20નું સંમેલન અજર્િેન્ટનામાં જ થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રંપના ભારત આવવાના નિર્ણય વિશે ૬ સપ્ટેમ્બરે સૂચના મળે તેવી સંભાવના હતી, પરંતુ નવેમ્બરમાં મધ્યવિધિ ચૂંટણીની સંભાવનાના કારણે ભારત પૂરી રીતે આશ્વત નથી કે ઝડપી કોઈ જવાબ મળશે. વિદેશ મંત્રાલય ઓકટોબર-નવેમ્બર વચ્ચે મુખ્ય અતિથિ વિશે જાહેરાત કરે છે.ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને મુખ્ય અતિથિ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટ્રંપને આ આમંત્રણ આ વર્ષે એપ્રિલમાં મોકલવામાં આવ્યું હતું. આ પહેલો મોકો નથી, જયારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ થવા માટે મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હોય. આ પહેલા વર્ષ ૨૦૧૫માં તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા મોદી સરકારના પહેલા મુખ્ય અતિથિ બન્યા હતા. જો ડોનાલ્ડ ટ્રંપ મુખ્ય અતિથિ તરીકે ભારત આવે છે તો, મોદી સરકાર માટે કૂટનિતી સ્તર પર મોટી સફળતા હશે.(૨૧.૨૫)

 

(3:37 pm IST)